News of Saturday, 12th April 2025
બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું :દૂર દૂરથી ભાવિકો સંઘ લઈ દર્શનાર્થે પહોંચ્યા
રસ્તા પર સેવા કેમ્પો દ્વારા ચા-નાસ્તા સહિતની સુવિધા: કાળઝાળ ગરમીની સિઝન હોવા છતાં ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક યાત્રા

બહુચરાજી ખાતે ત્રિ-દિવસીય ચૈત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં દૂર-દૂરથી સંઘો અને પદયાત્રીઓ માં બહુચરના દર્શન માટે પધારી રહ્યા છે.
ચુંવાળ પંથક માં 'બોલ માડી બહુચર, જય જય બહુચર' ના નારા ગુંજી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વજાપુર ગામથી છેલ્લા 25 વર્ષથી દર વર્ષે સંઘ માતાજીના દર્શને આવે છે. સંઘમાં આવેલ એક ભક્તએ જણાવ્યું કે, 150 યુવાનોનો સંઘ દર વર્ષે પગપાળા યાત્રા કરે છે. તેઓ 140 કિલોમીટરનું અંતર પાંચ દિવસમાં કાપે છે. દરરોજ 25થી 35 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરે છે.
રસ્તા પર સેવા કેમ્પો દ્વારા ચા-નાસ્તા સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગરમીની સિઝન હોવા છતાં ભક્તો શ્રદ્ધાપૂર્વક યાત્રા કરી રહ્યા છે. બહુચરાજી ખાતે પણ વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
