News of Wednesday, 9th April 2025
નર્મદા જિલ્લા TRB મહિલા પોલીસ કામગીરી સાથે સાથે પરિક્રમાવાસીઓ ની સેવા પણ કરી રહ્યા છે
આ TRB મહિલા પાસે મચકાયેલો ભાગ બેસાડવાની આવડત હોવાથી પરિક્રમા માં આવતા ભક્તોની સેવા કરે છે:થોડાક દિવસ પહેલા પરિક્રમા કરવા આવેલ વ્યક્તિના પગમાં મોચ આવી એ TRB મહિલા એ ઠીક કરી અને આજે બીજા બે યુવતી ના પગમાં પણ તકલીફ આવતા ઠીક કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં TRB જવાનો એ અનેકવાર સેવાકાર્યો કર્યાની ઘટના જોવા મળી છે અને હાલ ચાલી રહેલી નર્મદા પરિક્રમામાં પણ આ જવાનો પોલીસ ફરજની સાથે સાથે સેવાકાર્ય કરી રહ્યા છે
મળતી વિગતો મુજબ આજરોજ તા. ૦૯/૦૪/૨૦૨૫ ના બુધવારે પરિક્રમા માં ફરજ બજાવતા TRB વાસંતીબેન મિથુનભાઈ તડવીનાઓએ રાજકોટથી નર્મદા પરિક્રમા માટે આવેલા દિયા નામના ભક્ત નર્મદા માતાની પરિકમા માટે રણછોડજી મંદિરથી જતા હતા ત્યારે TRB તરીકે ફરજ પર હાજર આ બેનની નજર આ દીકરી ઉપર ગઈ આ દીકરી લંગડાતી ચાલતી હતી ત્યારે તેને પૂછતા તેમણે કહ્યું કે તેમના પગ માં મોજ આવી ગઈ છે જેથી ત્યાં ફરજ પર હાજર અને જાણકાર TRB વાસંતીબેન એ પગ બેસાડી નોર્મલ કરતા તેઓ ચાલતા થયા હતા.
ત્યારબાદ કોસંબા ગામ થી આવેલા મોનાલી બેન નામના બેન પણ પરિક્રમા માટે આવ્યા હતા પરંતુ તેમને પગ માં મોચ આવતા TRB વાસંતીબેન એ તેમને પણ સાજા કરતા આ બંને બેનો સારી રીતે ચાલી પરિક્રમા કરી શક્યા હતા. આમ એક TRB મહિલા એ એક બાદ એક આ ત્રીજી વખત નર્મદા પોલીસ ની કામગીરી અને સેવાકાર્ય માટે ગૌરવ વધાર્યું છે
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
