તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
બ્રિજેશ પટેલની ગુજરાત પ્રદેશ મંત્રી પદે નિમણૂક કરાતા આનંદની લાગણી ફેલાઈ

( ભરત શાહ દ્વારા )નર્મદા:નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ના ભરૂચ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ કારોભારી સભ્ય બ્રિજેશકુમાર ભરતભાઈ પટેલની ગુજરાત પ્રદેશ મંત્રી પદે નિમણૂક કરાતા આનંદની લાગણી ફેલાઈ છે
ગુજરાત રાજ્યના અંતરિયાળ અને છેવાડા ના ગામડાઓ સુધી પ્રત્યેક વ્યક્તિને સરકારી યોજનાઓનો લાભ મળે તેમજ સામાજિક રીતે લોકોને મદદરૂપ થવાના હેતુથી કાર્ય કરતું નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે. આ મંચ થકી અત્યાર સુધી અનેક અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને મંચ ના સક્રિય સભ્યો રાત દિવસ મદદરૂપ થઈ રહ્યા છે.
તા.૦૨/૦૯/૨૦૨૦માં બ્રિજેશકુમાર પટેલની નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ)માં નેત્રંગ તાલુકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ મંચ માં તાલુકા પ્રમુખ પદે સેવા આપનાર બ્રિજેશ કુમાર પટેલને તેઓના સેવાથી પ્રભાવિત થઈ સંગઠન દ્વારા તેઓને જિલ્લાના પ્રમુખ, પ્રદેશ કારોબારી સભ્ય પદે પણ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) દ્વારા તેઓને તારીખ ૦૬/૦૪/૨૦૨૫ ના રોજ ગુજરાત પ્રદેશ મંત્રી પદે નિમણૂક કરવામાં આવતા તેઓના સમર્થકો અને સ્થાનિક જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
