<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

દેશની આઝાદીનું નેતૃત્વ ગુજરાતે કર્યું હતું અને હવે જન-જનની આઝાદીનું નેતૃત્વ પણ ગુજરાત જ કરશે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પરેશ ધાનાણીએ કહ્યું - ગુજરાતને ભય અને સ્વાર્થની દીવાલો વચ્ચે ગુલામ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકોમાં ડર ફેલાવવામાં આવી રહ્યો છે

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ અધિવેશનમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાત એ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલજીની ભૂમિ છે. આ રાજ્ય સ્વાભિમાન, સત્ય અને આઝાદીના આંદોલનનું એન્જિન રહ્યું છે. 

    તેમણે વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આજે ગુજરાતને ભય અને સ્વાર્થની દીવાલો વચ્ચે ગુલામ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકોમાં ડર ફેલાવવામાં આવી રહ્યો છે અને આંદોલનોને દબાવવામાં આવી રહ્યા છે. ધાનાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અહંકાર હંમેશાં હારે છે. 

 તેમણે યાદ અપાવ્યું કે દેશની આઝાદીનું નેતૃત્વ ગુજરાતે કર્યું હતું અને હવે જન-જનની આઝાદીનું નેતૃત્વ પણ ગુજરાત જ કરશે. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે કોંગ્રેસ આવશે અને રાજ્યમાં ખુશીઓ લાવશે.

(8:34 PM IST)