<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ડીસા માર્કેટ યાર્ડમા 470 રૂપિયા સુધી બોલાયો : જાણો 20 યાર્ડના ભાવ

ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 8,716.85 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 8,716.85 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ડીસા માર્કેટ યાર્ડમા 470 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 265 રૂ. અને નીચો ભાવ 60 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય આણંદમાં 400 રૂ., ભુજમાં 360 રૂ., અમદાવાદમાં 320 રૂ., અંકલેશ્વરમાં 300 રૂ., મહુવામાં 264 રૂ., ગોંડલમાં 236 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,716.85 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:31 PM IST)