તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટયાર્ડમા 1700 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 36 યાર્ડના ભાવ
ગુજરાતની 36 માર્કેટ યાર્ડમાં કુલ 1,607.67 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 36 માર્કેટ યાર્ડમાં કુલ 1,607.67 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1700 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1502 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ઉનાવામાં 1590 રૂ., વિસનગરમાં 1572 રૂ., કડીમાં 1562 રૂ., સિદ્ધપુરમાં 1551 રૂ., બાબરામાં 1541 રૂ., જસદણમાં 1520 રૂ., ગોંડલમાં 1491 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,607.67 ટન કપાસની આવક થઇ છે.


(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
