તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
સુરતના કાપોદ્રામાં મિલેનિયમ બિલ્ડીંગમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી
અનોપ જેમ્સમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા

સુરતના કાપોદ્રા વિસ્તારમાં 50 થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં બનવા પામી છે. તમામ રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સુરતના કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલા અનોપ જેમ્સમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. તમામ રત્નકલાકારોને ઝેરી દવાની અસર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે. પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર ઘટનાને લઇ પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, સુરતના કાપોદ્રા વિસ્તારમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં બનવા પામી છે. પાણી પીધા પછી 50 થી વધુ ઝવેરીઓ બીમાર પડ્યા છે. શંકા છે કે કોઈએ પીવાના પાણીના ફિલ્ટરમાં અનાજમાં વપરાતી દવા ભેળવી દીધી હતી. આ બધાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

પાણી પીધા બાદ સ્વાસ્થ્ય બગડતા રત્નકલાકારો ગભરાઈને પોતાનો રિપોર્ટ કરાવવા હોસ્પિટલ દોડ્યા હતા. આ ઘટના બાદ ડાયમંડ કંપનીનાં રત્નકલાકારોમાં ભયનો માહોલ સર્જાયો છે. સદનસીબે હાલ કોઈ જાનહાનિનાં સમાચાર નથી. જો કે, એક સાથે 50 જેટલા રત્નકલાકારોની તબિયત કેમ લથડી તે પાછળનું ચોક્કસ અને સાચું કારણ હાલ સામે આવ્યું નથી. પરંતુ, જો આ ઘટનામાં સઘન તપાસ થાય તો મોટો ખુલાસો થવાની વકી છે.
(7:17 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 