તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ગરમીના સમયમાં શોર્ટ સર્કિટની ઘટના ટાળવા ગુજરાતના ઉર્જામંત્રી વિજતંત્રને દોડતુ કરી જર્જરીત વિજવાયરો, ઓવરલોડ પાવર અંગે તપાસ કરાવશે?

રાજકોટઃ ગુજરાતમાં હજુતો ગરમીની શરૂઆત છે ત્યાંજ સોરાષ્ટ્ર ગુજરાતમાં ૮ થી૧૦ મોટી આગની દુર્ઘટના બનવા પામી છે. જેમાં આગ શોર્ટ સર્કિટથી અને જુના જર્જરીત વાયરોમાં સ્પાર્ક થવાથી અથવા ઓવરલોડ વીજ ક્ષમતા સપ્લાયને કારણે વાયર ગરમ થવાથી ફાટી જતા આગની ઘટના બની છે. તેમાં કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવીયા છે.
આગામી સમયમાં વધુ આગની ઘટના ન બને અને કોઇ જાન હાની ન થાય તે માટે ગુજરાતના ઉર્જામંત્રીએ ગુજરાતના વિજતંત્રને પણ દોડતુ કરી આગના કારણોની તપાસ કરી ભવિષ્યમાં આગ ન લાગે તેવા પગલા ભરવા આદેશ આપે.
(૧) સોૈરાષ્ટ્ર ગુજરાતના અનેક રહેણાંક સંકુલો તેમજ કોમર્શીયલ કોમ્પલેક્ષોમાં જુના જર્જરીત વાયરો લોબીમાં કે રવેશમાં લટકતા જોવા મળતા હોય છે. કેટલાક વાયરો ગુચવાઇને ઝૂમખામાં લટકતા હોય આવા વીજ વાયરોની તપાસ કરાવવી જોઇએ.
(૨) લટકતી અને જર્જરીત વીજ વાયરો વ્યસ્થીત કરાવી જરૂર પડયે બદલાવી સારી કંપનીના પીવીસી પાઇપમાં ફરીથી દિવાલ સાથે ફીટીંગ કરાવવા જોઇએ.
(૩) જેતે રહેણાંક સંકુલ મોટી ઇમારતો પાંચ માળથી હાઇરાઇઝ બીલ્ડીંગ-કોમર્શીયલ કોમ્પલેક્ષમાં હાલ જેવી જ વપરાશ થાય છે તે વાયરોની ક્ષમતાથી વધુ વીજ લોડ તો નથી આવતો ને?
(૪) જરૂર પડે તો સારી કંપનીના વધુ વીજલોડ વહન કરી શકે તેવા વધુ ક્ષમતા વાળા વાયરો બદલવા જોઇએ.
(૫) હાલ ઘણા સમયથી દરેક જગ્યાએ સ્માર્ટ મીટર લગાડી દેવાયા છે તેમ છતા ઘણી જગ્યાએ હજુ જુના મીટરો પણ જોવા મળે છે તો તાત્કાલીક સ્માર્ટ મીટર લગાવવા પણ જરૂરી છે.
(૬) જુના કોમ્પલેક્ષની રવેશ-લોબીમાં લટકતા વીજ વાયરો બદલવા વીજતંત્રએ કોમ્પલેક્ષના ઓફીસ ધારકો સાથે ચર્ચા કરી ઝડપથી જર્જરીત વીજ વાયરો બદલી નવા વીજ વાયરો ફીટ કરવા પગલા લેવા જોઇએ.
(૭) હાલ ગુજરાતમાં લોકો વધુ ક્ષમતાવાળા વિજ ઉપકરણો જેવા કે એસી, ફ્રીઝ, ટીવી, વોશીંગ મશીન, પાણીની મોટર, ઘરઘંટી ખરીદે છે પણ પોતાના ઘરમાં જે વાયરીંગ છે તે વધુ પાવરલોડ વહન કરવાની ક્ષમતા ધરાવે છેકે વાયર બદલવા પડશે તે અંગે કોઇ વિચારતુ જ નથી આ બાબતે જનજાગૃતીનો અભાવ છે.
(૮)ઇલેકટ્રીક શોકથી બચવા યોગ્ય ક્ષમતાની RCCB/ELCB તેમજ ઓવરલોડ શોર્ટ સર્કિટથી બચવા યોગ્ય ક્ષમતાની MCCB ફયુઝડ વાપરવા માટે લોકોને અપીલ કરવી જોઇએ આ માટે જાગૃતિનો અભાવ છે.
(૯) ગુજરાતાના અસંખ્ય ઘરોમાં ISI તેમજ RCCB તેમજ ELCB ઁફયુઝ હજુ લગાવેલા નહી હોય
(૧૦) PGVCL એ હાલ જેજે જગ્યાએ ISI માર્કાવાળી RCCB અથવા ELEB તેમજ યોગ્ય ક્ષમતાની MCCB ન લગાડેલ હોય તાત્કાલીક તંત્રએ તેના ખર્ચે લગાવી આપવી જોઇએને પછી ગ્રાહકના બીલમાં બે હપ્તે પૈસા વસુલ કરી શકાય. આવી સ્વીચની કિંમત પણ બહુ હોતી નથી. રૂા. પ૦૦ થી ૭૦૦ સુધીમાં આવી જતી હોય.
(૧૧) જો PGVCL આ સ્કીમ અમલમાં મુકે તો ગ્રાહકોને વિરોધ પણ ન થાય કારણ કે પોતાના ઘરને શોર્ટ સર્કિટથી બચાવવાની વાત છે.
(૧ર) જો કોઇ વધુ વીજલોડ વહન કરતા વિજ કરણો વસાવે તો વિજ તંત્રને જાણ કરવાનો નિયમ બનાવવો જોઇએ અથવા વિજ તંત્રએ પોતાના મીટર રીડરો પાસે એક ફોર્મમાં માહીતી એકઠી કરીને દરેક ઘરનો વીજ લોડ તપાસીને પછી જરૂર જણાય તો આગળ યોગ્ય કાર્યવાહી કરી શકાય.
ગુજરાતના ઉર્જામંત્રી તાકીદે એક એસઓપી બહાર પાડે અને ભવિષ્યની આગની દુર્ઘટના અટકાવવા જરૂરી કાર્યવાહી કરે
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
