<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

૧૫ લાખની લાંચમાં ઝડપાયેલ અધિક સચિવ દિનેશભાઈ પરમાર નિવૃત ડીન ગિરીશભાઈ પરમારે ૩૦ લાખ માંગેલ

ACB વડા પિયુષ પટેલના માર્ગદર્શનમાં મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝન હેઠળ પીઆઇ એસ. એન. બારોટ અને શ્રીમતી એ. કે. ચૌહાણ ટીમ દ્વારા સપાટો ફરિયાદી પાસે ભાવનગરના એક સંદર્ભે બન્ને દ્વારા માંગણીઃ ૧૫ લાખ રોકડા અને ૧૫ લાખ કામ પૂરું થયા પછી આપવાનાં હતાઃ ભીતરી કથા

રાજકોટ, તા. ૯: ACB વડા પિયુષ પટેલના માર્ગદર્શનમાં એસીબી દ્વારા વધુ એક મોટી સફલતા હાંસલ કરી છે. જેમાં ક્‍લાસ વન અધિક સચિવ (તપાસ) દિનેશભાઈ પરમાર આરોગ્‍ય અને પરિવાર વિભાગ તથા નિવળત ડીન ગિરીશભાઈ જેઠાલાલ પરમાર અસારવા અમદાવાદનને ૧૫ લાખની લાંચ લેતા ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.

ટુંક વિગતઃ આ કામનાં ફરીયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્‍ય અને તબીબી સેવાઓ) તરીકે ફરજ નિભાવેલ હતી, તે દરમ્‍યાન તેઓના દ્વારા આરોગ્‍ય વિભાગનાં સ્‍ટાફ સામે બોગસ મેડીકલ પ્રેક્‍ટીસ બાબતે શીક્ષાત્‍મક કાર્યવાહી કરતાં ફરીયાદી સામે ખંડણી માંગણી ની ફરીયાદ કમીશ્‍નરશ્રી આરોગ્‍ય વિભાગ ને થયેલ હતી, જેથી ફરીયાદી તથા તેઓના સાથી ડોકટર ને ફરજ મૌકુફી પર ઉતારેલ છે અને આરોગ્‍ય વિભાગ દ્વારા બન્ને ડોકટર સામે પ્રાથમીક તપાસ શરૂ કરવા માં આવેલ હતી, અને તપાસ અધીકારી એ આ ખાતાકીય તપાસ ઓકટોબર-૨૦૨૪ માં પુર્ણ કરી પોતાનો અહેવાલ જાન્‍યુઆરી-૨૦૨૫ માં જમા કરાવેલ હતો.

તે દરમ્‍યાન આરોપી નં-૨ વચેટીયા એ ફરીયાદી નો સંપર્ક કરી ને ફરીયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરુધ્‍ધ ની પ્રાથમીક તપાસ નાં કામે તરફેણ માં કાર્યવાહી કરાવવા માટે આરોપી નં-૧ સાથે મીટીંગ કરવા બોલાવેલ હતા. જેથી ફરીયાદી અને તેમના સાથી ડોકટર મીત્ર ગાંધીનગર ખાતે જઈ બન્ને આરોપીઓ ને રૂબરૂ માં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓ એ એકબીજા નાં મેળાપીપણા માં ફરીયાદી અને તેમના સાથી ડોકટર એમ બન્ને નાં રૂ.૩૦,૦૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ હતી, અને તે પૈકી રૂ.૧૫,૦૦,૦૦૦/- એડવાન્‍સ અને બાકી નાં ફરીયાદી નું કામ થઇ ગયા પછી આપવા નો વાયદો થયેલ હતો.

ત્‍યાર બાદ આરોપી નં-૨ ફરીયાદી ને ટેલીફોન કરી નાણાં ની માંગણી કરતા હતા, પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા, આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્‍યાન આરોપી નં-૨ નાંએ ફરીયાદી ને પોતાના ઘરે લાંચ નાં નાણાં આપવા બોલાવી પોતાની અગાઉ ની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાં સ્‍વીકારી રંગેહાથ પકડાઈ ગયેલ છે.

ટ્રેપીંગ ઓફીસરઃ શ્રી એસ.એન.બારોટ  પો.ઇન્‍સ. એ.સી.બી., ફિલ્‍ડ ૩ ( ઇન્‍ટે.),અમદાવાદ. મદદમાં શ્રીમતી એ.કે. ચૌહાણ, પો.ઇન્‍સ.,એ.સી.બી., ફિલ્‍ડ-૧ સુપરવિઝન ઓફીસરઃ શ્રી એ.વી. પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્‍ડ ૩ (ઇન્‍ટે.)

(4:33 PM IST)