<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

વડોદરા: વિદ્યુત બોર્ડના ઉમેદવારોના ધરણાં યથાવત્:સતત 8 દિવસથી ઉમેદવારો હડતાળ પર બેઠા છે

આઉટસોર્સિંગમાં માનીતાઓને ફાયદો કરાવવાનો ઉમેદવારોના આક્ષેપ :જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણાં પર બેસવા ઉમેદવારો મક્કમ

વડોદરા: વિદ્યુત બોર્ડના ઉમેદવારોના ધરણાં યથાવત્ છે. પડતર માગોને સઈ સતત 8 દિવસથી ઉમેદવારો હડતાળ પર છે. GUVNLની મુખ્ય કચેરી બહાર ઉમેદવારો  ધરણાં કરી રહ્યા છે. એપ્રન્ટીસ કરનારા ઉમેદવારોને ત્રણ વર્ષથી નોકરી નથી મળી. હેલ્પરની ભરતી ન કરી સરકાર આઉટસોર્સિંગ કરી રહી છે. આઉટસોર્સિંગમાં માનીતાઓને ફાયદો કરાવવાનો ઉમેદવારોના આક્ષેપ છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણાં પર બેસવા ઉમેદવારો મક્કમ છે

(1:55 PM IST)