News of Sunday, 6th April 2025
બીમાર ભાઈને સાજો કરાવવા પારિવારિક ફુવા સાથે તાંત્રિક પાસે ગયેલી સગીરા પર ફુવાએ દુષ્કર્મ આચર્યું
પંચમહાલ જિલ્લાથી ખૂબ જ ચોંકાવનારો અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

પંચમહાલ જિલ્લાથી ખૂબ જ ચોંકાવનારો અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોતાના ભાઈને સાજો કરાવવા ગયેલી બહેન તાંત્રિક વિધિ નામે હવસનો શિકાર બની છે. કૌટુંબિક ફુવાએ જ પોતાની હવસનો શિકાર બનાવી છે
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં એક અંતરિયાળ ગામમાં પોતાના બીમાર ભાઈને સાજો કરાવવા માટે પારિવારિક ફુવા સાથે તાંત્રિક પાસે ગયેલી સગીરા ને પોતાનું સર્વસ્વ ગુમાવવાનો વારો આવ્યો છે. તાંત્રિકે સ્મશાનમાં વિધિ કરવી પડશે તેવી વાત કહેતા સગીરાના ફુવા ગામ નજીક જંગલમાં સગીરા ને લઈ ગયા હતાં. જ્યાં ભાઈને સાજો કરવો હોય તો પોતાની સાથે સારી રીતે શારીરિક સંબંધ બાંધવો પડશે તેવું તાંત્રિકે કહ્યું હોવાનું કહી નરાધમ ફુવા એ લાચાર સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
ઘટના અંગે સગીરાએ પોતાની માતા ને વાત કરતા ફુવાએ પોતાની દીકરી સાથે ખોટું કર્યું હોવાનું સમજાઈ જતા દીકરીને લઈ પરિવાર પાવાગઢ પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે પાવાગઢ પોલીસે પણ ઘટના0ની ગંભીરતા જોતા ફરિયાદના આધારે દુષ્કર્મી ફુવાને શોધી તેની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
