<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ બાદ ભયંકર આગ મામલે SIT ની રચના કરાઈ

ડીસા DySP સી.એલ.સોલંકીના અધ્યક્ષ હેઠળ તપાસ થશે. બનાસકાંઠા SOGના PI પણ તપાસ કરશે

ડીસામાં બ્લાસ્ટ મામલે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ નિવેદન આપ્યું હતું કે, 22 લોકો ઘટના સમયે હાજર હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.તમામ મૃતકો મધ્યપ્રદેશનાં વતની છે. તેમજ આરોપી દિપક અને તેનાં પિતાએ ફટાકડાનો સ્ટોક રાખ્યો હતો. પોલીસ દ્વારા બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ આરોપીઓની શોધખોળ માટે પોલીસની 5 ટીમો કામે લાગી છે. તેમજ એસઆઈટીની રચના કરી તપાસ આગળ વધારવામાં આવી છે.    બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલે SITની રચના કરવામાં આવી છે. 5 સભ્યોની કમિટી સમગ્ર મામલે તપાસ કરશે. ડીસા DySP સી.એલ.સોલંકીના અધ્યક્ષ હેઠળ તપાસ થશે. બનાસકાંઠા SOGના PI પણ તપાસ કરશે. પેરોલ સ્ક્વોડના PSI એન.વી રહેવરનો પણ તપાસ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. LCBના PSI એસ.બી રાજગોર પણ તપાસ કમિટીના સભ્ય છે.

(7:33 PM IST)