News of Sunday, 30th March 2025
સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કેવડિયા ખાતે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા શ્રેષ્ઠ પ્રિન્સીપાલો અને શિક્ષકોનું સન્માન

( ભરત શાહ દ્વારા )નર્મદા : કેવડિયા કોલોની (એકતાનગર) ખાતે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા સંગોષ્ઠી કાર્યક્રમમાં મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ પ્રિન્સીપાલો અને શિક્ષકોનું સન્માન કરવામા આવ્યું
આ કાર્યક્રમમાં સાંસદ સભ્યએ જણાવ્યું કે આ મંચ ગુજરાતના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શિક્ષકોને પ્રેરણાપથ બનવા પ્રયાસ કરી રહી છે. દર છ માસે ગુજરાતના કોઈ ખૂણે શિક્ષણના વિવિધ વિષયો પર ચિંતન-મનનનો સંગોષ્ઠિ-પરિસંવાદ કાર્યક્રમ યોજાય છે જેને હું બિરદાવું છું તેમ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું. વધુમાં આ કાર્યક્રમ નિમિતે ઉપસ્થિત સૌને જણાવ્યું કે, સાચા અર્થમાં ગુજરાતના શિક્ષણને ઉપર લાવવાનું કાર્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ડેડીયાપાડા ખાતે શાળાપ્રવેશ ઉત્સવમાં અને કન્યા કેળવણી મહોત્સવનાં કાર્યક્રમમાં ત્રણ દિવસ રોકાયા હતા જેનો હેતુ ગ્રામ્ય કક્ષાના શિક્ષણને ઉપર ઉઠાવવાના એમના આવા અથાગ પ્રયાસોમાં આપણે સફળ રહ્યા છે. એમાં પણ કંઈ કડી હજુ ખૂટી રહી છે જેના કારણે આઈ.એ.એસ, આઈ.પી. એસ, રેલ્વે, ઓ.એન.જી.સી, બેંકોમાં અને મોટી મોટી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજર પોસ્ટ પર ગુજરાતીઓ ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળે છે. આપણે સૌએ સહિયારા પ્રયત્નો કરી અને સરકારને સૂચનો કરી દરેકે દરેક ક્ષેત્રોમાં ગુજરાતીઓ સારી પોસ્ટ પર કાર્યરત થાય એ બાબતે માર્ગદર્શન કર્યું હતું.
આ પ્રસંગે બીરસા મુંડા યુનિવર્સિટીના કુલપતિ મધુકરભાઈ પાડવી, જૂનાગઢ માંગરોળ કોલેજના પ્રશાંતભાઈ ચાહવાલા, મુખ્ય મહેમાન તરીકે ડીપીઈઓ નિશાંતભાઈ દવે, આયોજનમાં સંયોજકો તખુભાઈ સાંડસુર, ડો.મહેશ ઠાકર, શ્યામજીભાઈ દેસાઈ, જિલ્લા સંયોજકો જીતુભાઈ જોશી કુંઢેલી, ભગવતદાન ગઢવી, પ્રદિપસિંહ સિંધા, શાંતિભાઈ ભોઈ, પ્રિન્સીપાલો અને શિક્ષકગણ ઉપસ્થિતિ રહ્યા હતા
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
