<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

ફાયનાન્સ કંપનીની પઠાણી ઉઘરાણીથી પરિવારનો માળો વીંખાયો:ઉમરગામના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મૃતકની પત્ની અને માતા સહિત પરિવારજનોએ પોલીસ સ્ટેશને ફાઇનાન્સ કરનાર બેંકના સંચાલકો વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરી ફરિયાદ નોંધવા રજૂઆત કરી

વલસાડમાં ફાયનાન્સ કંપનીની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક આખો પરિવાર વિખેરાઈ ગયો છે

 ઉમરગામમાં પાણીપુરી સેન્ટરના દુકાનના સંચાલક સાગર રાવલે પોતાની જ દુકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે લોનનો એક હપ્તો ભરવામાં થોડો વિલંબ થતા ફાયનાન્સ કંપનીઓ તાત્કાલિક હપ્તો ભરવા પઠાણી ઉઘરાણી કરતા હતા.

 પરિવારજનોના આક્ષેપ મુજબ લોન આપનાર આવાસ ફાઇનાન્સિયલ લિમિટેડ નામની આ બેંકના દબાણને કારણે જ સાગરે આપઘાત કર્યો હોય તેવો આક્ષેપ કર્યો હતો. મૃતકની પત્ની અને માતા સહિત પરિવારજનોએ પોલીસ સ્ટેશને રજૂઆત કરી આ ફાઇનાન્સ કરનાર બેંકના સંચાલકો વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરી ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી. બેંક દ્વારા દુકાનની લોન માફ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. ઉમરગામ પોલીસે આ મામલે પરિવારના નિવેદન તેમજ બેંકના અધિકારીઓના પણ નિવેદન લઈ આગળ તપાસ શરૂ કરી છે

(7:22 PM IST)