તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th March 2025
મહેસાણાના ખેરાલુ પંથકમાં તોફાની તત્વોનો આતંક :હથિયાર સાથે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી
વાહનના ઓવરટેક મામલે થયેલ માથાકુટ ઉગ્ર બની :કેટલાક લોકો હથિયાર સાથે રોડ પર આવી વાહનો પર પથ્થરમારો કર્યો

મહેસાણાના ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં, તોફાની તત્વો દ્વારા દુકાનો અને વાહનોમાં તોડફોડ કરાઈ હતી. વાહનના ઓવરટેક મામલે થયેલ માથાકુટ ઉગ્ર થવા પામી છે. બે દિવસ અગાઉ ઓવરટેક કરવા મામલે બે જૂથ વચ્ચે થઈ હતી માથાકૂટ. આ બનાવની અદાવત રાખીને આજે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરાઈ છે. કેટલાક લોકો હથિયાર સાથે રોડ પર આવી વાહનો પર પથ્થરમારો કર્યો હતો. ખેરાલુ પોલીસના બંદોબસ્ત વચ્ચે, કેટલાક લોકો હથિયારો સાથે હુમલો અને તોડફોડ કરી હતી.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
