News of Tuesday, 11th March 2025
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર ખાડામાં પડ્યું, બ્લાસ્ટ થતાં આગ લાગી :ત્રણ ગામને એલર્ટ કર્યા
નડિયાદથી એક્સપ્રેસ વે બંધ કરાયો : ફાયર બ્રિગેડ, પોલીસ અને હાઈવે ઈમરજન્સી પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટેન્કર ચાલકને તાત્કાલિક બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કેમિકલ ભરેલી ટેન્કર અચાનક રેલિંગ તોડીને ઊંડા ખાડામાં પડી ગઈ હતી. ટેન્કર પડતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે કેમિકલ લીક થયું હતું અને ધુમાડાના ગો ટેગોટાં જોવા મળ્યા હતા
આ દુર્ઘટનાને પગલે મરીડા, સલુણ અને ચકલાસી ગામોને સાવચેત કરાયા છે નડિયાદથી એક્પ્રેસ વે બંધ કરાયો છે
અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને હાઈવે ઈમરજન્સી પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં ટેન્કર ચાલકને ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. અકસ્માત વડોદરાથી અમદાવાદ તરફના લેન પર થયો હતો. આ ઘટનાને કારણે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
