તા. ૨૫ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૩ મંગળવાર
News of Tuesday, 11th March 2025
પંચાયત લેબોરેટરી ટેક્નિશ્યનનું આંદોલન હાલ પૂરતું સ્થગિત : સરકારનો પોઝિટિવ પ્રતિભાવ
ગુજરાત પંચાયત લેબ ટેક્નિશ્યન મહામંડળની સરકાર સાથે બેઠક :આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે માંગણી પ્રત્યે પોઝિટિવ વલણ અપનાવી ઉકેલની આપી ખાતરી

ગાંધીનગર: ગુજરાત પંચાયત લેબોરેટરી ટેક્નિશ્યનનું આંદોલન હાલ પૂરતું સ્થગિત કરાયું છે, પંચાયત લેબ ટેક્નિશ્યન મહામંડળની સરકાર સાથે બેઠક યોજાઈ હતી જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પોઝિટિવ પ્રતિભાવ આપી માંગણીઓના ઉકેલની ખાતરી આપતા આંદોલન સ્થગિત કરાયું હોવાનું જાણવા મળે છે
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત લેબોરેટરી ટેક્નિશ્યન મહામંડળના લેબ ટેક્નિશિયનો વર્ષોથી તેમના વિવિધ પ્રશ્નો માટે લડી રહ્યા છે. અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કર્યા છતાં સમસ્યાઓ યથાવત રહેતાં આજે મોટી સંખ્યામાં લેબ ટેક્નિશિયનો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા અને ધરણા યોજ્યા હતા
આ ધરણામાં રાજ્યભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને હોલીવ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા લેબ ટેક્નિશિયનો જોડાયા. તેમણે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ માટે સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો .
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
