<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

બોરીદ્રામાં યુનિસેફના સહયોગથી મારુ ગામ પ્લાસ્ટિક મુકત ગામ બને તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા : મારું ગામ પ્લાસ્ટિક મુકત ગામ બને તે માટે યુનિસેફ ગુજરાત ની સહયોગી સંસ્થા પુણે થી કેટલાક અધિકારી બોરીદ્રા શાળામાં આવ્યા હતા. તેઓની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુકત ગામ બને તે માટે બાળકો, શિક્ષકો અને ગ્રામજનો સાથે જાગૃતિ રેલી કાઢી હતી. ગામમાં કેટલીક જગ્યાએ માત્ર પ્લાસ્ટિક નો જ કચરો નાખવાની કચરાપેટી મૂકવામાં આવી હતી. તેમજ નવતર પ્રયોગ રૂપે કેટલાક ઘરની ચોકકસ બાજુમાં ત્રણ ત્રણ ફુટ જમીનમાં ખાડો ખોદી ને ઘર નો અન્ય કચરો ઘર પાસે જ નાખવો જોઈએ જે કચરા ને સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ તેવો સંદેશ લોકો ને આપ્યો હતો. શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્વચ્છતા અધિકારી સચિદાનંદ સિંઘ એ સ્વચ્છતા બાબતે ખૂબ જ અસરકારક ઉદબોધન આપ્યું હતું તેમજ સાથે આવેલ શ્યોશિયલ અધિકારી પ્રવિણ કાંબલે એ પણ સમાજ જાગૃત થાય તે હેતુનું પ્રવચન આપ્યું હતું. શાળાના બાળકો નું સ્વચ્છતા ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, તલાટી ગ્રામપંચાયતના સભ્યો, ગ્રામજનો, બાળકો તેમજ એસએમસી ના સભ્યો હાજર રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમ નું આયોજન, સંચાલન અને આભાર દર્શન શાળાના ઉત્સાહી મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી એ કર્યુ હતું. કાર્યક્રમ ની સફળતા યુનિસેફ નો આભાર વ્યક્ત કર્યો હતો.

(11:31 PM IST)