<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

મારું ફૂલથી સન્માન કરવાના બદલે 5 નોટબુક આપો જેથી જરૂરિયાતમંદ બાળકો ને કામ લાગે : નીલ રાવ (ભાજપ જિલ્લા પ્રમુખ)

રાજપીપળા નગરપાલિકા ખાતે બીજેપી જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને શહેર પ્રમુખ અજીતભાઈ પરીખનું સન્માન કરવામાં આવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:તાજેતર માં નર્મદા જિલ્લા  બીજેપી માં જિલ્લા પ્રમુખ તરીકે નીલભાઈ રાવ એ બાજી સંભાળી છે અને આ યુવા પ્રમુખ ને જવાબદારી સોંપતા બીજેપી ના યુવા હોદ્દેદારો અને કાર્યકરો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને હાલમાં ઠેર ઠેર નીલ રાવ નું સન્માન થઈ રહ્યું છે ત્યારે આજરોજ રાજપીપળા નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ અને પાલિકા ના સભ્યો દ્વારા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને શહેર પ્રમુખ અજીતભાઈ પરીખ નું ફુલહાર અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તબક્કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કે જણાવ્યું કે મારું સન્માન કરવા માંગતા દરેક વડીલો ને હું મીડિયા થકી મેસેજ આપવા માંગુ છું કે મને આપણા આશીર્વાદ ની જરૂર છે પરંતુ સન્માન માં ફુલહાર નો ખર્ચ નહીં કરી મને પાંચ પાંચ નોટબુક આપો જેથી કરીને આવનારા સત્ર માં જરૂરિયાતમંદ બાળકો ને આ નોટબુક કામ લાગે.

(11:30 PM IST)