News of Monday, 10th March 2025
રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં 1376 રૂપિયા સુધી બોલાયો: જાણો 25 યાર્ડના ભાવ : જૂઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 25 માર્કેટ યાર્ડમાં કુલ 1,095.78 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 25 માર્કેટ યાર્ડમાં કુલ 1,095.78 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1376 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1100 રૂ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1300 રૂ., તલોદમાં 1295 રૂ., કાલાવડમાં 1255 રૂ., હળવદમાં 1232 રૂ., ગોંડલમાં 1156 રૂ., વિસાવદરમાં 1111 રૂ., વેરાવળમાં 1110 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,095.78 ટન મગફળીની આવક થઇ છે.


(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
