<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદરમાં 1570 રૂપિયા સુધી બોલાયો:જાણો 42 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 4,395.85 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 4,395.85 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1570 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1480 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1525 રૂ., વડાલીમાં 1516 રૂ., વિસનગરમાં 1515 રૂ., કડીમાં 1513 રૂ., ગોંડલમાં 1451 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,395.85 ટન કપાસની આવક થઇ છે.

(8:00 PM IST)