News of Monday, 10th March 2025
દસક્રોઈ તાલુકાના કુહા અને કાસીન્દ્રા આયુષ્યમાન આરોગ્ય મંદિર માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
ધારાસભ્ય બાબુભાઈ પટેલના વરદ હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકના દસક્રોઈ તાલુકાના કુહા અને કાશીન્દ્રા આયુષ્યમાન આરોગ્ય મંદિર માટે ધારાસભ્ય બાબુભાઈ પટેલના વરદ હસ્તે કુલ - ૨ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સ મળવાને કારણે ઇમરજન્સીના સમયે દર્દીને વધુ સારી આરોગ્ય સેવાઓ માટે રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં સરળતા રહેશે
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, ચેરમેન કારોબારી સમિતી પ્રમોદભાઈ પટેલ, ચેરમેન આરોગ્ય સમિતિ ગોવિંદભાઈ મકવાણા, ફુલસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત દસ્ક્રોઇના પ્રમુખ સુરેશભાઈ પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન વિનોદભાઈ પટેલ અને તાલુકા સંગઠન પ્રમુખ અને હોદ્દેદારો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
