<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

અમદાવાદના કર્ણાવતી રોડ પર મહિલાકાર ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત : સારવાર દરમિયાન યુવકનું મોત

નારણપુરાં એઇસી ચાર રસ્તા પાસે રહેતા મૃતક અમરત પરમાર (ઉ.વ.૩૬) બોપલ અને અન્ય વિસ્તારોમાં આવેલા ફ્લેટમાં સાફસફાઈનું કામ કરતો હતો

અમદાવાદ :શહેરના નારણપુરાં એઇસી ચાર રસ્તા પાસે રહેતા અમરત પરમાર (ઉ.વ.૩૬) બોપલ અને અન્ય વિસ્તારોમાં આવેલા ફ્લેટમાં સાફસફાઈનું કામ કરતો હતો. ગત ૨૭મી ફેબ્રુઆરીએ અમરતભાઈ તેના ભાણેજ સાથે બાઈક પર બોપલ કર્ણાવતી ક્લબ રોડ પર જતા હતા. ત્યારે એક મહિલા કારચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઈજા પહોચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત ૪ માર્ચના રોજ તેમનું સારવાર દરમિ દરમિયાન મોત થતા એમ ડીવીઝન પોલીસે મધુ ડાગા (રીવેરા વુડ્સ એપાર્ટમેન્ટ, સ્કાય સીટી, સેલા) વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

(1:10 PM IST)