News of Saturday, 8th March 2025
ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષપદે રાજપીપલા આંબેડકર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ
મહિલાઓ ગૃહિણીથી લઈને ઓફિસનુ કામ નિષ્ઠાપુર્વક નિભાવતા હોય છે: સ્ત્રીના અથાગ પ્રયત્નોને ઉચો હિમાલય પણ નડતો નથી આ કહેવતે આજે સાકર કર્યુ છે : ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ સહયોગથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષપદે રાજપીપલાના ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” થીમ (ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ: રાઈટ્સ, ઈકવાલિટી, એમ્પાવરમેન્ટ) ૨૦૨૫ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે સમસ્ત નારી જગતને પ્રણામ કરતા જણાવ્યું કે, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નર્મદા જિલ્લામાં અનેક વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધિ હાસલ કરનાર મહિલાઓને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં ખાસ કરીને રમત-ગમત ક્ષેત્રે, આઈસીડીએસ વિભાગ સહિત શૈક્ષણિક વિભાગને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આજે મહિલાઓ ગૃહિણીથી લઈને ઓફિસનુ કામ નિષ્ઠાપુર્વક નિભાવતા હોય છે. સ્ત્રીના અથાગ પ્રયત્નોને ઉચો હિમાલય પણ નડતો નથી આ કહેવતે મહિલાઓએ સાકર કરી બતાવ્યુ છે.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી પરમારે જિલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન, બેટી બચાવો બેટી પઢાવો, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, મહિલા સ્વાવલંબન યોજના અંગેની વિસ્તૃતમાં માહિતી આપી હતી.
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” કાર્યક્રમમાં ઉપસ્થિત નગર પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલે સૌને મહિલા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા મહિલાને લગતી સહાયો અંગે માહિતી મેળવીને જેનો લાભ મહિલાઓએ મેળવો જોઈએ. બાર એસોસીયેશના પ્રમુખ વંદનાબેન ભટ્ટે પણ મહિલાઓના કાયદાઓ અંગેની માહિતી આપી હતી. બિરસામુંડ્ડા નર્સિંગ કોલેજના ટ્રસ્ટી નિતાબેન જણાવ્યું હતુ કે, જ્યાં નારીની પુજા થાય છે ત્યાં દેવોનો વાસ છે. મહિલાઓને સશક્તિકરણ બનાવુ હોય તો શિક્ષણ જરૂરી છે. જ્યારે સાઇબર ક્રાઇમ, એ.એસ.આઇ. પુજાબા રાઠોડ સાઈબર ક્રાઇમ ૧૯૩૦ હેલ્પ લાઇન વિશેની વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પરંપરાગત માધ્યમો થકી જન જાગૃતિ માટે જિલ્લા માહિતી કચેરી રાજપીપલા દ્વારા પૂર્વીઆર્ટ થિયેટર્સની ટીમ દ્વારા ‘દિકરી ઈશ્વરના હસ્તાક્ષર’ નાટકની સુંદર પ્રસ્તુતિ કરવામા આવી હતી અને માહિતી ખાતા દ્વારા ઉપસ્થિતિ મહિકાઓને સાહિત્ય વિતરણ કરવામાં આવ્યુ હતુ.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
