તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 8th March 2025
સુરતમાં નેપાળી યુવકની ગળુ કાપી હત્યા કરાઈ
મકાન માલિકના પુત્રએ છરી મારી હોવાનો પરિવારનો આક્ષેપ :હજુ સુધી મોતનું સાચું કારણ સામે આવી શક્યું નથી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સુરત,તા.૮ :સુરતના કતારગામમાંથી ૨૧ વર્ષીય નેપાળી યુવકની હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડીમાં મકાન માલિકના પુત્રએ યુવકની હત્યા કરી હોવોનો પરિવારજનોએ આક્ષેપ મૂક્યો છે.
નોંધનીય છે કે, હજુ સુધી મોતનું સાચું કારણ સામે આવી શક્યું નથી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં શનિવારે (૮ માર્ચ) નેપાળી યુવક સરોજ બહોરાનું ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી છે. યુવક છેલ્લાં ત્રણ વર્ષથી સુરતમાં રહીને રત્નકલાકાર તરીકેનું કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, યુવક શુક્રવારે રાત્રે પોતાની બેગ લઈને બહાર જતો હતો, ત્યારે તેને કેટલાંક શખસોએ રોક્યો. બાદમાં કોઈ કારણોસર તેમની વચ્ચે બોલાચાલી થઈ અને હુમલાખોરોએ તેનું ગળું કાપી તેની હત્યા કરી નાંખી.
યુવકની હત્યાની વાત પરિવારને થતાં પરિવાર હાલ શોકમાં છે. પરિવારે યુવક જે ઘરમાં ભાડે રહેતો તે મકાન માલિકના દીકરા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો કે, જૂની અદાવતમાં સરોજની હત્યા કરવામાં આવી છે. પરંતુ, હજુ સુધી આ આરોપોની પુષ્ટિ થઈ શકી નથી.
સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી યુવકની હત્યા કોણે અને કેમ કરી તે વિશે કોઈ જ માહિતી સામે આવી નથી. પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે શંકાસ્પદોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
