તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th March 2025
રાજપીપળા શહેરમાં કેટલાક સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીની સાઠગાંઠમાં અરજદારો લૂંટાઈ રહ્યા હોવાની બૂમ
સ્ટેમ્પ પેપર પર ટાઈપિંગ અને એફિડેવિડ કરાવવા આવતા લોકોને લૂંટી રહેલી જુગલ જોડીઓ પર કોણ લગામ લગાવશે?:મામૂલી એફીડેવીડ માટે ટાયપિંગના 100 થી 150 રૂપિયા અને નોટરી દ્વારા સહી સિક્કાના રૂપિયા લગભગ 300 મળી 400થી વધુનો ચૂનો ચોપડતા હોવાની બૂમ છતાં અધિકારીઓ કેમ ચુપ...?

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં પ્રાંત કચેરી પાસે કેબિનો ગોઠવી બેઠેલા કે જિલ્લામાં અન્ય ઠેકાણે આ કામ કરતા કેટલાક સ્ટેમ્પ વેન્ડરો પૈકી અમુક દ્વારા અરજદારો પાસે બમણા પૈસા લઈ લૂંટ ચાલી રહી હોવાની માહિતી જાણવા મળી છે ત્યારે સરકારી કચેરીઓ સામે જ ધંધો કરતા અમુક સ્ટેમ્પ વેન્ડરો અને અમુક નોટરી પણ ટાઈપિંગ અને એફીડેવીડના નામે લૂંટ કરી રહ્યા હોવાની બાબત વારંવાર સાંભળવા મળે છે છતાં સરકારી કચેરીઓમાં બેસતા અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે.?
જાણવા મળ્યાં મુજબ 50/- રૂપિયાના સ્ટેમ્પ ઉપર ટાઈપિંગ કરવાના 100 થી 150 રૂપિયા લેવાયા બાદ ત્યાંજ બેસતા અમુક નોટરી પાસેજ આ ટાઈપિસ્ટ એફિડેવિડ પણ કરાવી આપી એફિડેવિડના લગભગ 300 રૂપિયા ગણી કુલ 400 જેવા રૂપિયા પડાવી તગડી રકમ લઈ લોકો પાસે લૂંટ કરી રહ્યા છે, જોકે દરેક સ્ટેમ્પ વેન્ડર આ રીતે લૂંટ નથી કરતા પરંતુ અમુક આ રીતે લૂંટ કરતા હોય એ કદાચ અધિકારીઓના લાડકા હશે અથવા એમનો કોઈ અંગત ફાયદો હોય એમ લાગી રહ્યું છે જેથી લૂંટાઈ રહેલા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.ત્યારે સરકારી નિયમોની પથારી ફેરવતા આવા કેટલાક સ્ટેમ્પ વેન્ડરોની તપાસ કરી કડક પગલાં લેવાવવા જોઈએ, સાથે નિયમ વિરુદ્ધ ત્યાંજ અડ્ડો જમાવી બેસતા નોટરી કે જે નોટરીના હોદ્દા અને વ્યવસાયની ગરિમાના ધજ્જિયા ઉડાડતા લોકો સામે પણ પગલાં લે એ જરૂરી છે જેથી કેબિનો ઉપર ખોટી રીતે બેસી લૂંટમાં સાથ આપનાર અમુક લોકો કે સ્ટેમ્પ વેન્ડર ની લૂંટ પર લગામ લાગી શકે.
જાણવા મળ્યાં મુજબ મામૂલી નોટરી કરવાના 40 થી 50 રૂપિયા નિયમ મુજબ લેવાતા હોય પરંતુ આવી જગ્યા પર અડ્ડો જમાવી બેસતા અમુક લોકો સ્ટેમ્પ વેન્ડરો સાથે મળી તગડા રૂપિયા વસુલ કરતા હોય છે ત્યારે આ બંને બાબતે અધિકારીઓ એ કડક પગલાં લેવા જોઈએ તેવી અરજદારોની માંગ છે
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
