તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપલા ખાતે કવયિત્રી સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા વુમન ડેવલપમેન્ટ સેલ, આર. એમ. કોમર્સ કોલેજ, રાજપીપલા તથા નર્મદા સાહિત્ય સંગમ, નર્મદાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપલા ખાતે કવયિત્રી સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો હતો તેમાં મહિલા ક્વયિત્રી સહીત વિષેશ સિદ્ધિ મેળવનાર 30 મહિલાઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણઅધિકારી ડૉ. કિરણ પટેલ દ્વારા મહિલા શિક્ષણ અને મહિલા સુરક્ષા અંગેના કાયદા અંગે નર્મદા બાર એસોસિઅનના પ્રમુખ વંદના ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું જયારે કન્યા વિનય મંદિરના પ્રિન્સિપાલ અમિષાબેન પવારે મહિલા જાગૃતિ અને શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે નોંધપાત્ર સાહિત્યની પ્રવૃતિ કરનારા ક્વયિત્રીઓ, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પ્રાધ્યાપિકાતથા રાષ્ટ્રીય કક્ષાએ જિમનાસ્ટીક ટ્રેંમ્પોલિયન માં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રીતિ વસાવા તથા સરલાબેન રાજેન્દ્રભાઈ તડવી પ્રમુખ જય ગાયત્રી મિશન મંગલમ, તથા જશીબેન ઠાકોરભાઈ તડવી :પ્રમુખ આશાપુરા મિશન મંગલમ મંડળ, એકતાનગરનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું
મહિલા દિન ઉપર 8 કવિયિત્રી બહેનોએ કવયિત્રી સંમેલનમાં ભાગ લીધો હતો, જોકે નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દિપક જગતાપે ખાસ ઉપસ્થિત રહી મહિલા સશક્તિ કરણ અંગે માહિતી આપી હતી. દેશના વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં મહિલાઓ આગળ આવે એ માટે ઘણી યોજનાઓ પણ અમલ માં મૂકી છે અને મહિલાઓ આગળ વધી સશક્ત બને એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે જણાવ્યું હતું.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
