તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
રાજપીપળા નગરપાલિકા ની બાકી વેરા માટે કડક કાર્યવાહી : દુકાનો સીલ મારી, નળ કનેક્શન કટ કરતા ફફડાટ
વેરો નહીં ભરે તો હજુ શીલ મારવાની અને નળ કનેક્શન કાપવાની કામગીરી સતત ચાલુ રહેશે : મુખ્ય અધિકારી

--–
ફોટો vero
(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા નગરપાલિકા દ્વારા કડક વેરા વસુલાત કરવામાં આવી રહી છે જેમાં કરોડો રૂપિયાના બાકી વેરા માટે વારંવાર ટકોર કરવા છતાં કેટલાક લોકો વેરો નહિ ભરતા પાલિકા એ દુકાનો સીલ મારવાની અને નળ કનેક્શન કાપવાની પ્રક્રિયા શરૂ કરી છે.જેમાં આજરોજ પણ કેટલીક દુકાનો સીલ કરવામાં આવી છે જ્યારે નળ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી ચાલુ છે.
પાલિકા ના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયા ની સૂચના હેઠળ રાજપીપળા શહેર માં પાલિકા કર્મચારીઓ દ્વારા દરરોજ વેરો ઉઘરાવવા ટીમો દોડે છે પરંતુ કેટલાક લોકો વેરો ભરવા બાબતે આળસ નહિ ખંખેરતા પાલિકા દ્વારા નળ કનેક્શન કાપી અથવા દુકાન, મકાન સીલ મારી વેરો વસૂલવા કાર્યવાહી થઈ રહી છે જેમાં હાલમાં પાલિકા ની ટીમે મુખ્ય અધિકારી ની સૂચના હેઠળ રાજપીપળા માં આવેલા કેટલીક દુકાનો સીલ મારવાની કાર્યવાહી કરી છે સાથે સાથે અમુક વિસ્તાર માં આવેલા મકાનો ના નળ કનેક્શન પણ બાકી વેરા બાબતે કાપી નાખવામાં આવ્યા છે. આમ રાજપીપળા નગરપાલિકા સત્તાધીશો દ્વારા બાકી વેરા બાબતે કડક કાર્યવાહી કરાતા અન્ય બાકીદારો માં ફફડાટ જોવા મળ્યો છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
