<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

વડાપ્રધાન મોદીની સુરક્ષાનો સંપૂર્ણ હવાલો 10 મહિલા IPS અધિકારીઓની ટીમને શિરે

ગુજરાતના 10 IPS અધિકારીઓની ટીમ બનાવાઈ જેનું પ્રતિનિધિત્વ ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણેને સોંપાયું

નવસારીમાં વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન ગુજરાતના ગૃહ વિભાગે એક નવતર પ્રયોગ કર્યો છે. પીએમની સુરક્ષાનો સંપૂર્ણ હવાલો 10 મહિલા IPS અધિકારીઓની ટીમને સોંપવામાં આવ્યો છે, જેનું નેતૃત્વ ગૃહ વિભાગના અગ્ર સચિવ કરવાના છે. જે IPS છે

  આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નવસારી જિલ્લામાં કરવામાં આવશે. જોમ મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેવાની છે.

  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.

આ દરમ્યાન વડાપ્રધાનની સુરક્ષાનો હવાલો ગુજરાત મહિલા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં PM ના કાર્યક્રમ દરમ્યાન સુરક્ષાને લઈને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી નવસારીના વાસી ગામે લખપતિ દીદી સન્માન કાર્યક્રમમાં પધારી રહ્યા છે

વડાપ્રધાનના હેલીપેડ પર લેન્ડિંગ થી માંડીનેતમામ કાર્યક્રમના શિડયુલની સુરક્ષા વ્યવસ્થા સુધીનું આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે.

આ કામ માટે ગુજરાતના 10 IPS અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે . જેનું પ્રતિનિધિત્વ ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે ને સોંપવામાં આવ્યું છે.

એટલે કે નવસારી ખાતેના કાર્યક્રમમાં PM મોદીને તમામ સુરક્ષાની દેખરેખ ગુજરાત સરકારના ગૃહ વિભાગના અગ્ર સચિવ IPS નિપુણા તોરવણે કરશે.

(11:05 PM IST)