તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
ત્રીજીવાર પીએમ બન્યા બાદ મારી સુરતની પ્રથમ મુલાકાત : મોદી
કામ અને દાન સુરતની વિશેષ ઓળખ : મોદીઃમોદી સુરતમાં પર્વત પાટિયાથી લિંબાયત સુધીનો રોડ શો યોજી નીલગિરિ મેદાન આયોજિત સભાના સ્થળ પર પહોંચ્યા

સુરત, તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૭ માર્ચથી બે દિવસીય ગુજરાત અને સંઘપ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે. સેલવાસમાં નમો હોસ્પિટલ સહિતના રૃ. ૨૫૮૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાને જાહેરસભાને સંબોધિત કરી હતી. જ્યાંથી તેઓ પરત સુરત આવી પહોંચ્યા છે. સુરતમાં પર્વત પાટિયાથી લિંબાયત સુધીનો રોડ શો યોજી નીલગિરિ મેદાન આયોજિત સભાના સ્થળ પર પહોંચ્યા હતા. વડાપ્રધાને રોડ શોના રૃટ પર ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું.
વડાપ્રધાને કહ્યું, પીએમ બન્યા બાદ આ મારી પહેલી સુરતની મુલાકાત છે. ગુજરાતે જેને ઘડ્યો તેને દેશે વ્હાલથી અપનાવ્યો છે. હંમેશા આપ સૌનો ઋણી છું. જેમણે મારા જીવનને ઘડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સુરતની સ્પિરિટ યાદ ન આવે અને જોવા ન મળે એ કેવી રીતે બને. કામ અને દામ આ બે એવી વસ્તુ છે જે સુરતને વધુ વિશેષ બનાવે છે. એકબીજાને સપોર્ટ કરવો. સૌના વિકાસને સેલિબ્રેટ કરવો. એ આપણને સુરતના દરેક ખૂણામાં જોવા મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે મહિલા દિવસે મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી એક્ટિવિટી મહિલાઓને સોંપવા જઇ રહ્યો છું. કાલે નવસારીમાં નારી સમર્પિત એક મોટા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો છું. આજે મોટી માત્રામાં માતા-બહેનો આશિર્વાદ આપવા આવી છે. સુરત આવીજ રીતે મીની ભારત, વિશ્વના શ્રેષ્ઠ શહેર તરીકે વિકસિત રહે એ માટે પ્રયાસ કરતા રહીશું. જે શહેરના લોકો શાનદાર હોય તેમના માટે બધુ શાનદાર હોવું જોઇએ.
આ સાથે, દિલ્હી મુંબઇ એક્સ્પ્રેસ અને આવનારા સમયમાં બુલેટ ટ્રેન એક મહત્વનો પ્રોજેક્ટ છે. સુરત મેટ્રોથી શહેરની કનેક્ટવિટી શાનદાર થવા જઇ રહી છે. આ બધા પ્રયાસોથી સુરતીઓનું જીવન સરળ થઇ રહ્યું છે. થોડા દિવસ પહેલા મે દેશની નારી શક્તિને તમારા જીવનની પ્રેરણાદાયી યાત્રા, સફળતાઓ શેર કરવા કહ્યું હતું.
મહિલા સશક્તિકરણ એ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો પાયો રહ્યો છે. વડાપ્રધાનના વિઝનથી દોરાયેલી સરકાર તેમના સર્વાંગી વિકાસ તરફ કદમ ઉઠાવવા કટીબધ્ધ બની છે. તેને અનુરૃપ વડાપ્રધાન ૮ માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે. તેઓ ૫ લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત પણ કરશે.
વડાપ્રધાન ગુજરાત સરકારનાં G-SAFAL (S-સફલ, આજીવિકા વધારવા માટે અંત્યોદય પરિવારો માટેની ગુજરાત યોજના) અને G-MAITRI (S-મૈત્રી, ગ્રામીણ આવકની પરિવર્તન માટે વ્યક્તિગત વૃદ્ધિ માટે ગુજરાત માર્ગદર્શક અને પ્રવેગક) કાર્યક્રમનો શુભારંભ કરાવશે. S-મૈત્રી યોજના ગ્રામીણ આજીવિકા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય અને હેન્ડહોલ્ડિંગ સપોર્ટ પ્રદાન કરશે.
S-સફલ ગુજરાતના બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને ૧૩ મહત્વાકાંક્ષી તાલુકાઓમાં અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથની મહિલાઓને નાણાકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ પ્રદાન કરશે. વડાપ્રધાન મોદી ૨-૩ માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (૭ માર્ચ, ૨૦૨૫) ફરી ગુજરાત આવી રહ્યા છે. આમ તેઓ ૪ દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે આવશે. આમ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. તેમને આવકારવા માટે સુરત શહેર થનગની રહ્યું છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
