<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો: નરાધમ પિતાએ 10 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી

બાળકીને બેસવામાં તકલીફ થતા માતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઈ જ્યાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો

અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. નરાધમ પિતાએ પોતાની જ 10 વર્ષની સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. નરાધમ પિતાએ માતા અને દીકરાને નાસ્તો લેવા માટે બહાર મોકલીને દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતું. દીકરીએ માતાને આ અંગે જાણ કરતા આ આખો મામલો બહાર આવ્યો હતો. માતા સોલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે

   સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની 10 વર્ષની દીકરીને બેસવા તકલીફ થતાં માતા સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઈ હતી, જેથી તેની સાથે આ દુષ્કૃત્ય કોણે કર્યું તે અંગે માતાએ પૂછતા સગીરાએ જે હકીકત જણાવી તે સાંભળી માતાનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારનાર અન્ય કોઈ નહિ પરંતુ તેના પિતા જ હતા. 

  ઘટનાને લઇને એ ડિવીઝન ACP જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે,  આરોપીના માતા- પિતા છુટક મજુરી કામ કરે છે.  . પતિ પત્ની ત્રણ બાળકો સાથે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. ગત 5મી માર્ચના દિવસે ફરીયાદી મહીલા મોટી દીકરીને લઇને કામ અર્થે બહાર ગયા હતાં. જ્યારે બપોરના બે વાગ્યાની આસપાસ આરોપી પણ નોકરીએથી ઘરે આવ્યો હતો. અને તેના બાળકને બહાર રમવા માટે મોકલી દીધો હતો. બાદમાં રૂમ બંધ કરીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ બાબતની જાણ કોઇને ના કરવા માટેની પણ ધમકી આપી હતી. 

  પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચઢીને પોકારે છે. તેમ હવસખોર પિતાની કરતુતો તેના અનેક પ્રયત્ન બાદ તે છુપાવી શક્યો ના હતો. બાળકીને બેસવામાં તકલીફ થતી હોવાની ફરીયાદ તેની માતાને કરતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો.સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા સોલા પોલીસએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફરીયાદ નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને તેની પત્ની સાથે પણ અવાર નવાર નાની નાની બાબતોને લઇને ઝઘડા થતાં હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

(10:26 PM IST)