<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

ગુજરાત ATS એ એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી

ગુજરાત ATSને મળી મોટી સફળતાઃલવ સ્વરૃપ ભીલ નામના પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરાઈ છે આરોપીના આતંકવાદી કનેકશનને લઇ ATSની પૂછપરછ શરૃ કરાઈ છે

અમદાવાદ,તા.૭

ગુજરાત ATSએ અમદાવાદમાંથી પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. લવ સ્વરૃપ ભીલ નામના પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના આતંકવાદી કનેક્શનને લઇ ATS દ્વારા પૂછપરછ શરૃ કરવામાં આવી છે.ગુજરાતમાં ઘૂસણખોરીની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ભારતીય સુરક્ષા દળો અવારનવાર ઘૂસણખોરી કરતા પાકિસ્તાની નાગરિકને ગુજરાતમાં ઘૂસણખોરી કરતા ઝડપી પાડે છે. તેવામાં ગુજરાત ATSએ પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે.ગુજરાત ATSને બાતમી મળી હતી કે પાકિસ્તાની નાગરિક લવ સ્વરૃપ ભીલ ઘૂસણખોરી કરીને ગુજરાત આવ્યો છે. બાતમીના આધારે ATSએ તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, કચ્છના ખાવડા નજીકથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો. પાકિસ્તાની સગીર ખાવડાથી ભારત-પાક સરહદ પાર કરીને ભારતીય સરહદમાં ૩૦ કિમી સુધી ઘૂસી ગયો હતો. એક સ્થાનિકે શંકાસ્પદ સગીરને જોયો ત્યારે તેણે પશ્ચિમ કચ્છ પોલીસ અને સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોને જાણ કરી હતી. પોલીસે સગીરને કસ્ટડીમાં લઈ તપાસ શરૃ કરી છે. સ્વરૃપ દેવ ભીલ નામના સગીરે ભારત પાકિસ્તાનના સરહદી સિધ પ્રાતના ડેરમાવો ગામનો રહેવાશી છે. પાકિસ્તાની સગીરે પોલીસને કહ્યું છે કે હું માલધારી છું અને તેના પિતાએ તેને માલઢોરને ચરાવા કહ્યું હતું, પરંતુ તે ન જતાં, તેના પિતાએ તેને માર માર્યો હતો જેનું મનદુઃખ લગાડી તે ઘર છોડી સરહદ ઓળંગી આવ્યો હતો. તે ભારત-પાકિસ્તાન સરહદ અને પાણીના નાળામાંથી પસાર થતી ભારતીય સરહદમાં પ્રવેશ્યો અને લગભગ ૩૦ કિમી સુધી ભારતના ખાવડા તરફ આગળ વધતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. હાલ સ્થાનિક પોલીસ અને એટી.એસ.એ. તેની પાસેથી એક મોબાઇલ જપ્ત કર્યો છે. અને આ સમગ્ર મામલે તપાસ શરૃ કરાઈ છે.

(9:34 PM IST)