તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
દાહોદ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે સ્નેહલ ધરિયાની જાહેરાત
સ્નેહલ ધરિયા બજરંગ દળ સહસંયોજક 1990થી 1995 સુધી લીમખેડા તાલુકા ભાજપના સ્થાપક પ્રમુખ 1995થી 1998 સુધી દાહોદ શહેર તથા દેવગઢ બારીયા શહેર પ્રભારી રહ્યા હતા

દાહોદ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે જિલ્લા મહામંત્રી તરીકે સેવા બજાવતા સ્નેહલ ધરિયાની જાહેરાત કરી છે.
નવનિયુક્ત દાહોદ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે જાહેર થયેલા સ્નેહલ ધરિયા 1989માં શ્રીરામ શીલા પૂજનના જિલ્લા સંયોજક 1990માં પંચ. બજરંગ દળ સહસંયોજક 1990થી 1995 સુધી લીમખેડા તાલુકા ભાજપના સ્થાપક પ્રમુખ 1995થી 1998 સુધી દાહોદ શહેર તથા દેવગઢ બારીયા શહેર પ્રભારી આ ઉપરાંત 1998થી 2025 સુધીના જિલ્લા ભાજપના પ્રમુખો સાથે જિલ્લાની વિવિધ જવાબદારી જેવી કે માનસિંગભાઈ ભાભોર સાથે દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ બચુભાઈ ખાબડ સાથે જિલ્લા કોષાધ્યક્ષ મોતીસિંહ માળી સાથે જિલ્લા મંત્રી મહેશભાઈ ભૂરીયા સાથે જિલ્લા કિસાન મોરચા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા તથા શંકરભાઈ અમલીયાર સાથે જિલ્લા મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે. 1998 માં દાહોદ લોકસભાના ઇન્ચાર્જ 2000ના વર્ષમાં તાલુકા જિ. પં.ની ચૂંટણીના ઇન્ચાર્જ સરદાર જળસંચય યાત્રાના ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી છે
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
