<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

હોળી – ધૂળેટી તહેવારને લઈને એસટી વિભાગનું વિશેષ આયોજન : વધારાની 820 બસ દોડાવશે

દાહોદ, ડાકોર, ગોધરા, ઝાલોદ, ફતેપુરા, બારિયા, છોટા ઉદેપુરના રૂટ પર વિશેષ બસ દોડાવવાનું આયોજન કરાયું: અમદાવાદના ગીતા મંદિર, વકીલ સાહેબ બ્રિજ બોપલ અને ઓઢવ રિંગ રોડથી મળી જશે બસ

અમદાવાદ : હોળી – ધૂળેટી તહેવારને લઈને એસટી  વિભાગનું વિશેષ આયોજન કર્યું છે. ધૂળેટીના પર્વને લઈને 09 માર્ચથી 13 માર્ચ સુધી ST વિભાગનું વિશેષ આયોજન હાથ ધરાયું છે. આ દિવસોમાં મુસાફરોનો ધસારો વધી જતો હોય છે, જેને પહોંચી વળવા વધારાની 820 બસનું સંચાલન થશે. 

 ખાસ કરીને દાહોદ, ડાકોર, ગોધરા, ઝાલોદ, ફતેપુરા, બારિયા, છોટા ઉદેપુરના રૂટ પર વિશેષ બસ દોડાવવાનું આયોજન કરાયું છે. અમદાવાદના ગીતા મંદિર, વકીલ સાહેબ બ્રિજ બોપલ અને ઓઢવ રિંગ રોડથી બસ મળી જશે

(8:07 PM IST)