તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
ધંધુકામાં બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા પાટીયા પાસે હીટ એન્ડ રન : અજાણ્યા વાહનની હડફેટે ચોટીલા જતા 2 પદયાત્રીઓના મોત
અમદાવાદથી ચોટીલા જતા બે પદયાત્રીઓને અકસ્માત નડ્યો, પદયાત્રીઓ સાથે ચાલતી કારને પાછળ આવતા વાહને ટક્કર મારતા દુર્ઘટના સર્જાઇ

રાજકોટ તા.૭ : આજકાલ રાજ્યમાં હીટ એન્ડ રનની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે આજે ફરી એકવાર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ધંધુકામાં બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા પાટીયા પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનની અડફેટે ચડતા ચોટીલા જતા બે પદયાત્રીનું મોત નીપજ્યું છે. પદયાત્રીઓ સાથે ચાલતી કારને પાછળથી આવતા વાહને ટક્કર મારતા દુર્ઘટના ઘટી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 37 વર્ષીય રઘુભાઈ દેસાઈનું સારવાર દરમિયાન મોત થયું.
બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અજાણ્યા વાહનની અડફેટે ચોટીલા જતા બે પદયાત્રીનું મોત થયું છે. અમદાવાદથી ચોટીલા જતા બે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં પદયાત્રીઓ સાથે ચાલતી કારને પાછળ આવતા વાહને ટક્કર મારતા દુર્ઘટના સર્જાઇ હતી.
અકસ્માતની ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે બાવળા સરકારી હોસ્પિટલ દાખલ કરાયા હતા. આ તરફ 37 વર્ષીય રઘુભાઈ દેસાઈનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે વધુ એક ઇજાગ્રસ્ત દીપ પટેલને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
