તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
નિરમા યુનિવસિટીના આંગણે ઇન્ટર યુનિવર્સિટી સ્પોર્ટસ ટૂર્નામેન્ટઃ વોલીબોલ-ક્રિકેટ-ચેસ જેવી રમતોનો જંગ

અમદાવાદઃ ઇન્સ્ટિટયૂટ ઓફ કોમર્સ, નિરમા યુનિવર્સિટીએ સ્ટુડેંટ્સ વેલ્ફેર બોર્ડના નેજા હેઠળ, ૪ થી ૭ માર્ચ દરમિયાન નિરમા કપ ૨૦૨૫નું આયોજન કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટ ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ શ્રી કિરાત દામાણી, ભૂતપૂર્વ રાષ્ટ્રીય ક્રિકેટર અને ગુજરાત રણજી ટ્રોફી પસંદગી સમિતિના અધ્યક્ષ અને અતિથિ વિશેષ શ્રી વિશાલ સક્સેના, ગુજરાત સરકારના અધિક કલેક્ટર હતા. આ ઇવેન્ટમાં ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, GLS યુનિવર્સિટી, એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્રોલોજી, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન, ગુજરાત યુનિવર્સિટી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી, સિલ્વર ઓક, અને ઇન્દુ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટયૂટ સહિત અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ, કોલેજો અને સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ સંસ્થાઓ વોલીબોલ, ક્રિકેટ અને ચેસ જેવી રમતોમાં તેમની પ્રતિભા અને સ્પર્ધાત્મક ભાવના દર્શાવવા માટે તૈયાર છે. ઉદઘાટન સમારોહ દરમિયાન, શ્રી દામાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રમતગમત એ વ્યક્તિની શક્તિઓને સમજવા અને દબાણ હેઠળ સ્થિતિસ્થાપકતા શીખવાનું એક શક્તિશાળી માધ્યમ છે. તેમણે એક ખેલાડી તરીકેના પોતાના અનુભવોને આ તકે યાદ કર્યા હતા. શ્રી સક્સેનાએ યુવા રમતવીરો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ ઉત્સાહ અને સમર્પણને નિહાળવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો. ડો. ઉદય પાલીવાલે, અભ્યાસેતર પ્રવળત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી. સાથે એથ્લેટ્સ માટે વિશ્વ કક્ષાના સ્વિમિંગ પૂલ પર પણ પ્રકાશ પાડયો હતો
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
