<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

કાલે આંતરરાષ્‍ટ્રિય મહિલા દિવસ પીએમની ઉપસ્‍થિતિમાં નવસારીમાં ઇતિહાસ સર્જાશે

સુરતના આજ સાંજના રોડ શો, નવસારીની જંગી જાહેરસભા અંતર્ગત દિલ્‍હીથી SPGનાં ધાડા, વડા પ્રધાન કાર્યાલય સતત અપડેટ મેળવે છે :લખપતિ દીદી કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ ભાગ લેશે, રેન્‍જ વડા પ્રેમવીરસિંહના માર્ગદર્શનમાં નવસારી એસપી સુશીલ અગ્રવાલ ટીમ દ્વારા લોખંડી સુરક્ષાચક્ર રચાયું છે :લંડનમાં વિદેશમંત્રીની કાર પર હુમલાની ઘટનાનો પડઘો કે બીજું કૈંક? સૂરતમાં સીપી અનુપમસિહ ગેહલોતનું પોલીસ કાફલા સાથે આજ વહેલી સવાર સુધી કોરિબંગ, ચેકીંગનો ધમધમાટ.

રાજકોટ, તા.૭: સુરત, દાદરા નગર હવેલીની મુલાકાતે આવેલ વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કાલે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અંતર્ગત નવસારી આવવાના છે, ત્‍યારે દોઢ લાખ જેટલી મહિલાઓ લખપતિ દીદી કાર્યક્રમમાં જોડાવવાની સાથે એક ઇતિહાસ સર્જાનાર છે. ગુજરાતના મહિલા આઇપીએસ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્‍યવસ્‍થા સાથે સુરતના રેન્‍જ વડા પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ એસપી સુશીલ અગ્રવાલ ટીમ દ્વારા અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર રચવામાં આવેલ છે. સુરત નવસારી વિગેરે બંદોબસ્‍તમાં વડોદરા રેન્‍જ વડા સંદીપસિહ પણ જોડાયા છે. P. દિલ્‍હીથી વડાᅠપ્રધાનની સુરક્ષા જવાબદારી સાંભળતા spg નુ પણ આગમન થયેલ છે. સુરતના રોડ શો અને નવસારીનાં કાર્યક્રમ અંતર્ગત રાજ્‍યભરમાંથી અનુભવો પોલીસ અઘિકારીઓ અને પોલીસ કાફલો મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મોકલી દેવાયો છે. વિકાર સહાય દ્વારા બન્ને શહેરની મુલાકાત પણ લેવામાં આવેલ. વડા પ્રધાન હેલિકોપ્‍ટર દ્વારા કાલે સુરતથી નવસારી પહોંચી જશે, અહી મહિલાઓને સંબોધન કરી કોઈ મોટો જાહેરાત મહિલાઓ માટે કરે તેવી સંભાવના જાણકારો નિહાળી રહયા છે.

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી બે દિવસની દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં સુરત અને નવસારીની મુલાકાત લેવાના હોવાના કારણે પ્રશાસન તંત્ર એલેટ મોડ પર આવી ગયું છે ગળહ વિભાગના આદેશ બાદ નવસારી તેમજ સુરતમાં તમામ રસ્‍તાઓ પર પોલીસ દ્વારા કોમ્‍બિગ હાથ ધરવામાં આવ્‍યું છે તે માટે પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે કેટલાક વિસ્‍તારોમાં પીએમ મોદીને લઈને  અવરજવર માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્‍યો છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કોઈ કસર બાકી ન રહે તે માટે ખુદ સ્‍થળ અને રૂટ પર નિરીક્ષણ કરીને નાનામાં નાની ભૂલો પણ સુધારોનો પ્રયત્‍ન કરવામાં આવી રહ્યો છે સાથે સાથે શહેરમાં આવતા જતા તમામ એન્‍ટ્રી અને એક્‍ઝિટ ગેટ પર પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે અને વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે.

દરમિયાન લંડનમાં વિદેશ મંત્રીની કાર સુધી ખાલિસ્‍તાની તત્ત્વો પોહચી જતા તેના પડઘા સુરત નવસારીમાં પડ્‍યા હોય કે પછી બીજું કશુંક પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનાં આદેશથી શંકાસ્‍પદ સ્‍થળો પર કોમ્‍બિંગ હાથ ધરવામાં આવેલ. સુરત શહેરના તમામ એન્‍ટ્રી અને એકઝીટ ગેટ પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ  વહેલી સવાર સુધી ચાલુ રહેલ.જેમાં ખૂબ પોલીસ કમિશનર દ્વારા જ આગેવાની લેવામાં આવેલ. (રર.૧૧)

(3:24 PM IST)