<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

નિરમા યુનિવર્સીટીના વુમન સેલ દ્વારા કેન્‍સર જાગૃતિ અર્થે ‘‘વોક ફોર હર''

અમદાવાદઃ નિરમા યુનિવર્સીટીના ઇન્‍સ્‍ટિટયુટ ઓફ આર્કિટેકચર એન્‍ડ પ્‍લાનીંગ (IAPNU) અને વુમન ડેવલપમેન્‍ટ સેલ (WDC)એ આશિર્વાદ ફાઉન્‍ડેશનના સહયોગથી ખાસ કરીને મહીલાઓમાં કેન્‍સર વિશે જાગૃતિ લાવવા ‘‘વોક ફોર હર'' ઇવેન્‍ટનું આયોજન કર્યુ હતું. પહેલનો ઉદેશ સહભાગીઓને પ્રારંભીક શો, નિવારણ અને રોગ સામે લડતા લોકો માટે સમસ્‍થનના મહત્‍વ વિશે શિક્ષીત કરવાનો હતો. ઇવેન્‍ટના પ્રારંભે આશીર્વાદ ફાઉન્‍ડેશનના નિષ્‍ણાતાંેએ કેન્‍સરની જાગૃતિ અંગેની આંતરદ્રષ્‍ટિ શેર કરી, નિયમીત આરોગ્‍ય તપાસના મહત્‍વ પર ભાર મુકયો અને રોગની આસપાસના કલંકને સંબોધીત કર્યા. વોક દરમ્‍યાન લેવામાં આવેલા દરેક પ૦૦૦ પગલાઓ માટે, આશીર્વાદ ફાઉન્‍ડેશને મફત બ્રેસ્‍ટ કેન્‍સર ચેકઅપ આપવાનું વચન આપ્‍યું હતું. સહભાગીઓને પ્રારંભીક તપાસના પ્રયત્‍નોમાં સીધુ યોગોદાન આપવા માટે પ્રોત્‍સાહીત કર્યા હતાં. સહભાગીઓએ કેન્‍સર સામેની લડાઇમાં તેમના યોગદાનને સ્‍વીકારીને અને ચાલુ સમર્થનને પ્રોત્‍સાહીત કરીને ડીજીટલ પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા. નિરમા યુનિવર્સીટીના આશરે ૪૦૦ વિદ્યાર્થીઓ, અધ્‍યાપકો અને સ્‍ટાફે આ ઇવેન્‍ટમાં ભાગ લીધો હતો. જેણે સમુદાયની ભાવના અને સહીયારા હેતુને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

(2:43 PM IST)