તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 7th March 2025
રાહુલ અમદાવાદમાં: વોર્ડ પ્રમુખોથી લઇને ટોચના નેતાઓ સાથે બેઠક
ગુજરાતની બે દિવસીય મુલાકાત વિધાનસભાની તૈયારીરૂપે જોવાઇ રહી છેઃ કાર્યકરોને માર્ગદર્શન આપશે

અમદાવાદ તા. ૭: આજે દેશના બે રાજકીય ધુરંધરો ગુજરાતના મહેમાન બન્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ સુરત સહિત દક્ષીણ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદમાં બેઠકોનો દોર કરી રહ્યા છે.
રાહુલ ગાંધી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ૭ અને ૮ માર્ચના રોજ અમદાવાદમાં રહેશે.લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસની સરકાર બનશે તેવો તેમણે દ્રઢ નિヘય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને અઢી વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધીએ ૨૦૨૭ના ચૂંટણી જંગ માટે રણશિંગુ ફૂંકવા કોંગ્રેસ કાર્યકરોને માર્ગદર્શન આપનાર છે.
આજે રાહુલ ગાંધીની સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ૫ મિટિંગ યોજશે. આમ ૯ કલાકમાં તે ૧૦૦૦ કોંગ્રેસીઓને મળશે. જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈ હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે.
કદાચ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસશે. ઉલ્લેખનીય છે કે, સાંજે ૫ વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરશે.
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાહુલ ગાંધીને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું સમાજમાં બદલાવ જરૂરી છે. સંગઠનમાં માટે કમિટીની રચના કરવામાં આવી છે.તેના રિપોર્ટ ને આધારે પરિવર્તન આવશે. કોંગ્રેસ પાર્ટી પોઝીટીવ એજન્ડા સાથે કાર્યો કરશે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
