તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
પિતાએ ૫ વર્ષના બાળકનું માથું પછાડી કરી હત્યાઃ પત્નીને ગળે ફાંસો આપી પતાવી,
ગાંધીનગરમાં હચમચાવતી ઘટનાઃ ધ્રુજી જશો આખી ઘટના જાણી : એક યુવકે તેના પાંચ વર્ષના બાળક અને તેની પત્નીની હત્યા કરી નાખી અને બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતોઃ જોકે તે ખુદ બચી જતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે

ગાંધીનગર,તા.૭: સરગાસણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે તેના દીકરા સહિત તેની પત્નીની હત્યા કરી નાખી અને બાદમાં તેણે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે બચી ગયો અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પિતાએ જ તેના બાળક અને પત્નીની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરમાં આવેલ શ્રીરંગ નેનો સીટીની આ ઘટના છે. જેમાં એક યુવકે તેના દીકરાની અને પત્નીની હત્યા કરી નાખી હતી. બાદમાં તેણે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જોકે તે બચી જતાં તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલે પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે, કે શેર બજારમાં દેવું થઈ જવાને કારણે યુવકે આ પગલું ભર્યું હતું.
જોકે, આ સમગ્ર મામલે જે રીતે યુવકે તેની પત્ની અને તેના બાળકની હત્યા કરી છે તેના વિશે સાંભળશો તો તમારા રૂંવાડા ઉભા થઈ જશે. પત્નીને ગળેફાંસો આપીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે ૫ વર્ષના બાળકનું દિવાલમાં માથું પટકાવીને તેની હત્યા કરી હતી. બાદમાં તેણે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો, જોકે હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ બનાવને લઈને હાલ ગાંધીનગરમાં ચકચાર મચી જવા પામી છે. એવી માહિતી પણ સામે આવી છે કે શેરબજારમાં દેવું થઈ જવાને કારણે યુવકે આ પગલું ભર્યું છે. જોકે, તેના માટે એક ૫ વર્ષના બાળકનો શું વાંક હતો? સાથે જ પત્નીની હત્યા પણ શા માટે કરવામાં આવી? આ બનાવને લઈને ઘણાં બધા ગંભીર સવાલો પણ ઉઠ્યા છે. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈન્ફોસિટી પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(૪૦.૨)
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
