તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
ભરુચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલાંગ લગાવી નાવિકોએ જોઈ લેતા જીવ બચાવી લીધો
નાવિકોના સેવાભાવી ગ્રુપના ટીના પટેલ, વસંત પટેલ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી એક જીવ બચાવી લેવામાં આવ્યો

ભરુચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મારી મોતની છલાંગ લગાવતા પાસે રહેલા સ્થાનિક નાવિકોએ જોઈ લેતા બચાવી લીધો હતો. ગઈકાલના રોજ નર્મદા મૈયા બ્રિજ પરથી મોત વ્હાલું કરેલ મહિલાના મૃતદેહની શોધખોળ ચાલુ હતી અને લગભગ બપોરના સમયે એક અજાણ્યા યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. સદનસીબે નાવડી પાસે જ હોઈ યુવાનનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. સ્થાનિક નાવિકોના સેવાભાવી ગ્રુપના ટીના પટેલ, વસંત પટેલ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી એક જીવ બચાવી લેવામાં આવ્યો હતો. તેમજ 108 એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
