તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
રાજયમાં મગફળીનો ઉંચો ભાવ વ્યારામાં 1400 રૂપિયા સુધી બોલાયો: જાણો 22 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 981.03 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 981.03 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1100 રૂ. અને નીચો ભાવ 930 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1341 રૂ., ગોંડલમાં 1191 રૂ., મહુવામાં 1177 રૂ., જૂનાગઢમાં 1124 રૂ., જેતપુરમાં 1111 રૂ., મોરબીમાં 1074 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 981.03 ટન મગફળીની આવક થઇ છે.


(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
