<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાદરામાં 700 રૂપિયા સુધી બોલાયો: જાણો 20 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 11,910.70 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 11,910.70 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ પાદરા માર્કેટ યાર્ડમા 700 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 485 રૂ. અને નીચો ભાવ 170 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમદાવાદમાં 640 રૂ., ભુજમાં 600 રૂ., કપડવંજમાં 580 રૂ., દાહોદમાં 560 રૂ., જામનગરમાં 555 રુ., ગોંડલમાં 466 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 11,910.70 ટન ડુંગળીની આવક થઇ છે.

(9:35 PM IST)