તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
કીર્તિદાન ગઢવી સરકારની ખુશામત કરવાના બદલે પ્રજાનો અવાજ બને
સ્માર્ટ મીટરના મુદે લોકગાયકને ઝાટકતા ધીરૂભાઇ ગજેરા

રાજકોટ, તા. ૬: ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દો વકર્યો છે. આ મામલે તાજેતરમાં જ લોકગાયક કીર્તિદાન ગઢવીએ એક વીડિયો જાહેર કરીને સરકારી કંપની પીજીવીસીએલના સ્માર્ટ મીટર અંગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તેને અપનાવવા માટે અપીલ કરી હતી. જો કે કીર્તિદાન ગઢવીને ઘણા લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે.
ભાજપના અગ્રણી સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પ્રજાની સમસ્યા અને આપત્તિની વાત હોય તો કયારેય સામે નહીં આવે પણ સરકારના સપોર્ટની વાતમાં તરત જ સામે દેખાશે. પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભાટાઇ કરવી અયોગ્ય ગણાવી તેમણે કીર્તિદાન ગઢવી પર આકરા પ્રહારો કર્યા હતા.
જાણીતા ઉદ્યોગપતિ અને ધીરુભાઈ ગજેરાએ ગઢવી પર આકરા પ્રહારો કરી વીડિયો જાહેર કરતાં કહ્યું કે, ‘કીર્તિદાન ગઢવી પ્રજાની સમસ્યાઓ પર કયારે બોલતા નથી, પણ જ્યારે સરકારને સપોર્ટ કરવાની વાત આવે ત્યારે તરત જ સામે આવે છે. તમને પ્રજાએ લોક સાહિત્યકાર બનાવ્યા છે, પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની દલાલી કરવી અયોગ્ય છે. તમારે પ્રજાનો અવાજ બનવું જોઈએ, પ્રજાની પડખે ઉભા રહેવું જોઈએ. માત્રને માત્ર નિર્માલ્ય થઇ અને સરકારની દલાલી કરવી એ મને અયોગ્ય દેખાય છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
