તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
રાજકોટ સહિત દેશભરમાં સંખ્યાબંધ હત્યાઓ તામરાંજ દ્વારા થયાનો ઘટસ્ફોટ
આશારામ નારાયણ સાંઈ કેસના સાક્ષીઓનાં કાસળ કાઢી નાખવા ગુપ્ત બેઠકમાં થયેલ નિર્ણય મુજબ સિલસિલો શરૂ થયેલઃ અકિલા સમક્ષ ખોફનાક કાવતરાંની કડીઓ ખોલતા સુરત ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયા વડાપ્રધાનના આગમનની વ્યસ્તતા વચ્ચે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની રણનીતિ અંતર્ગત ઉતરપ્રદેશના નોઈડામાં ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વત્સનાં માર્ગદર્શનમાં ૧૦ વર્ષથી વોન્ટેડ આરોપી આવી રીતે ઝડપાયો આરોપીએ ક્રિヘન ધર્મ અંગીકાર કરી રાજસ્ટીફન નામ ધારણ કરી નોકરી પણ મેળવી લીધેલઃ પીઆઇ એસ.એન.પરમાર સ્ટાફની કાબિલેદાદ કામગીરી

રાજકોટ, તા.૬: કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુરત આવી જાહેરસભા સાથે રોડ શો કરવાના હોવાથી ગુજરાતભરમાંથી પોલીસ કાફલો સુરત પોહચી રિપોર્ટ કરી પોતાની પોઝિશન સાંભળી લીધી છે, બંદોબસ્તનાં આવા જબજસ્ત જમાવડા વચ્ચે રીઢા, ફરાર ગુનેગારો પાતાળમાં છુપાયા હોય ત્યાંથી પણ શોધી લાવવાની પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો દ્રઢ સંકલ્પ ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા ટીમ માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું છે. ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તનાં માર્ગદર્શનમાં નોઈડા પોહચી દેશ ભરમાં ચકચાર જગાવનાર કેશના સાક્ષીઓને ખતમ કરવાના ઇરાદે ખૂની હુમલા કરનાર આરોપીને પકડી પીઆઇ એસ. એન.પરમાર ટીમ દ્વારા થયું છે, ત્યારે આરોપીની પૂછપરછમાં ઘણા ઘટસ્ફોટ થયા છે.
હરિયાણા સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેના પર ૫૦ હજારનું ઇનામ જાહેર થયું છે તેવા આરોપી તામરાજ ઉર્ફે તામ્રધ્વજ ઉર્ફ ગોલું દ્વારા આશારામ તથા નારાયણ સાંઈના કહેવાતા કુક્રમનાં સાક્ષીઓ પર હુમલા કાર્ય હતા. રાજકોટમાં આશારામ કેસના સાક્ષી વેધ અમળત પ્રજાપતિ પર ફાયરિંગ કરી હત્યા આ આરોપી દ્વારા થયેલ, તેમ ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.
આજ રીતે આશારામ કેશમાં સાક્ષીને મદદ કરતો હોવાની આશંકા આધારે સુરતમાં ઉમરા વિસ્તારમાં દિનેશ ભાગચંદની પર એસિડ એટેક કરેલ. આવા સંખ્યાબંધ ગુન્હાઓમાં વોન્ટેડ હતો તેમ ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ.
આશારામ તથા નારાયણસાંઇના નજીકના સેવક મોસ્ટ વોન્ટેડ કુખ્યાત આરોપી તામરાજ ઉપરોકત ગુનાઓમાં સંડોવાયેલ તે ઉત્તરપ્રદેશ નોઇડા વિસ્તારમાં હોવાની માહિતી મળતા સુરત શહેર ક્રાઇમબ્રાંચની એક ટીમ ઉત્તરપ્રદેશ નોઇડા ખાતે જઇ વર્કઆઉટ કરી કુખ્યાત આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજ ઉર્ફે રાજ ઉર્ફે સ્ટીફન સ/ઓ. હરીરામ સાહુ ઉ.વ. ૩૭ રહેવાસી ઘર નં. ૯ર, મદન મોહન ચૌહાણના મકાનમાં, ગીજોર ગાંવ, સેકટર-પ૩ નોઇડા ઉત્તરપ્રદેશ મુળ રહેવાસી ઘર નં. ર૦પ, ગામ બડભુંમ, પોસ્ટ ખુજજી, થાના ડોંગરચાંવ, જીલ્લો રાજીનાથગાંવ છત્તીસગઢને આઇડેન્ટીફાઇ કરી સેકટર-૩૩ ASSISI કોન્વેન્ટ સ્કુલ નોઇડા ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે.
ઉપરોકત ગુનાઓથી બચવા માટે તામરાજ દ્વારા કિヘીયન ધર્મ અંગીકાર કરી પોતાની ઓળખ રાજ સ્ટીફન તરીકે રાખી ASSISI કોન્વેન્ટ સ્કુલ નોઇડા ઉત્તરપ્રદેશ આધારે કરાર આધારીત આઉટ સોર્સથી નોકરી મેળવી પકડાય ન જાય તે માટે આશ્રમથી અંતર બનાવી લીધેલ હતું
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
