તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
અમદાવાદના ૩ યુવાનો કાર સાથે નર્મદા કેનાલમાં ખાબકયાઃ ર ના મૃતદેહ મળ્યા
સોશ્યલ મિડીયામાં છવાઇ જવાની ઘેલછામાં જીવ ગુમાવ્યો : કાર ચાલક યશ સોલંકી અને યક્ષ ભંકોડીયાના ડેડ બોડી મળ્યાઃ ક્રિશ દવેની શોધખોળ

અમદાવાદ તા. ૬: અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં ૩ યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા. જેમાં સૌથી પહેલા યક્ષ ભંકોડિયાનો મળતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યો હતો.
માહિતી અનુસાર યક્ષ જ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે તેણે આ કાર યશ સોલંકીને ચલાવવા આપી હતી.યક્ષનો મળતદેહ મળી આવ્યાના થોડા કલાકો પછી યશ સોલંકીનો પણ મળતદેહ મળી આવ્યો છે. જોકે હજુ સુધી અન્ય એક ક્રિશ દવેની અત્યાર સુધી કોઇ ભાળ મળી નથી.
છેલ્લા ૧૩ કલાકથી ફાયરબ્રિગેડની ટીમના સભ્યો હજુ સુધી એમને શોધી રહી છે. માહિતી અનુસાર યક્ષ અને નામનો યુવક આ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે યશ સોલંકીને કાર ચલાવવામાં આપી હતી. જેને કાર ચલાવતા આવડતી નહોતી અને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં કાર સીધી કેનાલમાં ખાબકી હતી. આ કાર ૩૫૦૦ રૂપિયામાં ચાર કલાક ભાડેથી લાવવામાં આવી હતી જેથી તેઓ રીલ્સ બનાવીને પોતાનો વટ બતાવી શકે. આ સમગ્ર ઘટના અંગે એમ ડીવીઝન ટ્રાફિફ પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આજકાલના બાળકો અને યુવાનોમાં સોશિયલ મીડિયા પર છવાઈ જવાની અને પોતાનો વટ બતાવવાની ઘેલછા ભારે પડી રહી છે અને તેમના જીવને જોખમમાં મૂકી રહી છે જેને લઈને વાલીઓએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે બુધવારે સાંજે મૌલિક જાલેરાએ સ્ક્રોપિયો કાર સેલ્ફ ડ્રાઇવ કંપનીમાંથી ચાર કલાકના ભાડે લીધી હતી. જે કાર લઇને ત યુદય વયાંતા ન્યુ વાસણા), ધુ્રવ સોલંકી (વેજલપુર) સાથે સાથે વાસણા ભાઠા કેનાલ રોડ પર આવ્યા હતા. જ્યા અગાઉથી વિરાજસિંહ રાઠોડ (પાલડી), યક્ષ વિક્રમ ભંકોડિયા (આંબાવાડી), યશ સોંલકી (આંબાવાડી) અને ક્રિશ દવે (પાલડી) નામના મિત્રો પણ હાજર હતા. ત્યારબાદ વાસણા બેરેજ રોડથી યક્ષ ભંકોડિયાએ કાર ચલાવીને થોડે દુર ગયા બાદ યશ સોંલકીને ચલાવવા માટે આપી હતી.
આ સમયે ક્રિશ પણ કારમાં બેઠો હતો. જોકે યશ સોલંકીને કાર ચલાવતા નહોતી આવડતી અને તેણે ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં કાર સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી.
આ સમયે વિરાજસિંહ રાઠોડે રસ્સો નાખીને તમામને બહાર આવવા માટે કહ્યું હતું પરતુ, ત્રણેય જણા પાણીમાં તણાઈ ગયા હતા.જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરી હતી. જેના આધારે વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર એન પટેલ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સાથેસાથે સ્થાનિક તરવૈયાઓએ તપાસ કરી હતી. પરંતુ, કારમાં કોઇ મળી આવ્યું નહોતું.
બીજી તરફ પોલીસને ઙ્કાથમિક વિગતો જાણવા મળી હતી કે યુવકોએ રીલ્સ બનાવવા માટે કાર ભાડે લીધી હતી અને કેનાલ પર આવ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસે તેમના પરિવારજનોને પણ સ્થળ પર બોલાવ્યા હતા અને ફાયરબ્રિગેડની મદદથી યુવકોની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગે સ્થાનિક કોર્પોરેટર મેહુલ શાહે જણાવ્યું કે પાણીમાં કાર ખાબકવાની ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચીને પહેલા બેરેજથી પાણીનો પ્રવાહ બંધ કરાવીને ક્રેનની મદદથી કારને કાઢવામાં આવી હતી. ફાયરબ્રિગેડની સાથે કેનાલ વચ્ચે આવતા ગામોમાં પણ આ અંગે જાણ કરવામાં આવી છે. જેથી તમામની ભાળ મેળવી શકાય. (૭.ર૭)
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
