<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

હીરામણિ આરોગ્યધામમાં આધુનિક સારવાર-સુવિધા આશીર્વાદરૂપ

ટીમ નરહરિ અમીનના આરોગ્ય ક્ષેત્રના સેવા સોપાનને તંદુરસ્ત પ્રતિસાદ : લકવાગ્રસ્ત દર્દીઓ માટે મોટોરાઇઝડ ગેટ ટ્રેનર એલોપથી, આયુર્વેદિક, હોમીયોપેથી અને નેચરોપથી પધ્ધ્ : વિવિધ રોગના દર્દીઓ માટે નિષ્ણાંત તબીબો સેવામાં : રાઉન્ડ ધ કલોક કાર્યરત બ્લડ બેંક શરૂ કરાશે : દર્દીઓના સ્થળાંતર માટે સુવિધાપૂર્ણ ઍમ્બ્યુલન્સ : જનસહાયક ટ્રસ્ટની સમાજલક્ષી યશકલગીમાં વધુ ઍક છોગુ

ગાંધીનગરના અડાલજમાં અન્નપૂર્ણા મંદિર પાછળ આવેલા હીરામણી આરોગ્યધામનું ૪ ઓકટોબર ર૦ર૪ ના દિવસે કેન્દ્રીય - ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ઉદ્ઘાટન થયેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણી, હીરામણિ આરોગ્યધામના વડા સાંસદ શ્રી નરહરિ અમીન વગેરે ઉપસ્થિત છે. બીજી તસ્વીર આરોગ્યધામમાં ઉપલબ્ધ તબીબી સેવાની છે.

રાજકોટ,તા. ૬:   અમદાવાદ શહેર ખાતે જનસહાયક ટ્રસ્ટ ઘણા વર્ષોથી વિવિધ સેવાકિય પ્રવ્રત્તિઓ સાથે સંકળાએલ છે. સદરહુ ટ્રસ્ટના પ્રમુખ તરીકે રાજયસભાના સાંસદશ્રી નરહરિ અમીન મો. ૯૮૨૫૨૨૬૬૬૭ અને મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ડો. વરૂણભાઈ અમીન પોતાની સેવા આપી રહેલ છે. જનસહાયક ટ્રસ્ટ દ્વારા સરખેજ- ગાંધીનગર હાઇવે પર નિરમા યુનિવર્સિટી સામે  સને.૨૦૦૦ થી હીરામણિ સ્કુલની શરૂઆત કરવામાં આવેલ

જેમાં હાલમાં પ્રાયમરીથી હાયર સેકેનરીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ૪૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી કરેલ છે અને સ્કુલની પ્રતિષ્ઠા અભ્યાસ ની સાથે સાથે વિવિધ ઇતર પ્રવૃત્તિઓ અને ખેલકૂદમાં ઉચ્ચ સ્તરે પહોંચવા પામેલ છે.

સને. ૨૦૦૭ માં જનસહાયક ટ્રસ્ટ દ્વારા હીરામણિ સાંધ્ય કુટિર (વૃધ્ધાશ્રમ) ની શરૂઆત કરવામાં આવેલ છે જેમાં હાલમાં ૧૦૦ જેટલાં વૃધ્ધો માસિક રૂા. ૨૦૦૦ ની નજીવી ફી સાથે સવાર-સાંજનો નાસ્તો, બે ટાઈમનું જમવાનું, મેડિકલ તપાસ, ફીઝીયોથેરાપી સેન્ટર અને કોમ્યુનીટી હોલની સુવિધા સાથે સુખદ વસવાટ કરી રહેલ છે.

સમયાંતર બલ્ડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેક અપ કેમ્પ તથા અન્ય સેવાકિય પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ જનસહાયક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલ છે.

સેવાકિય પ્રવૃત્તિઓની હારમાળાને આગળ ધપાવતાં, જનસહાયક ટ્રસ્ટ દ્વારા સને. ૨૦૨૨ માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની (વરચ્યુઅલ) ઉપસ્થિતતથા  મુખ્યમંત્રીશ્રી,  શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલના હસ્તે હીરામણિ આરોગ્યધામનું ખાતમૂહુર્ત કરવામાં આવેલ.

માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ખૂબ જ ઝડપથી હીરામણિ આરોગ્યધામનું બાંધકામ અને તબીબી સાધનોની ખરીદી પૂર્ણ કરી ઓકટોબર -૨૦૨૪ માં અડાલજ ખાતે અંદાજે રૂા. પ૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ હીરામણિ આરોગ્યધામની શરૂઆત કરવામાં આવી છે.જેથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તેઓના રોગનું નિદાન, પ્રાથમિક સારવાર અને લેબોરેટરી તથા રેડિયોલોજીની તપાસ તેઓને પોસાય તેવા દરે અત્યંત આધુનિક મશીનો, નિષ્ણાંત તબીબ શ્રી પેશન્ટ ફ્રેન્ડલી વાતાવરણ અને સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે થઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવેલ છે. સમગ્ર સંકુલની વિશેષતા એ રહેવા પામેલ છે કે રાહત દરની આરોગ્ય સેવાઓ મેળવવા આવતા દર્દીઓને હોસ્પિટલમાં આવી ગયા તેવો અહેસાસ ન થાય અને તેઓને જીવંત અને આરામદાયક વાતાવરણ મળી રહે. પાંચ મહિના પહેલા પ્રારંભ કરાયેલા આ આરોગ્યધામની  સેવાઓ દર્દીઓ મોટા પ્રમાણમાં લાભ લઇ રહયા છે.  વધુમાં હોલિસ્ટીક કેરના એપ્રોચને, (સર્વગ્રાહી  અભિગમ) ધ્યાનમાં રાખીને હીરામણિ આરોગ્યધામ ખાતે  એલોપથી – મોર્ડન મેડીસીન ની સાથે સાથે આયુવેદિક, હોમિયોપેથી અને નેચરોપથી ની સારવારનો પણ સુભગ સમન્વય કરવામાં આવેલ છે.સાથે સાથે હાલના સમયમાં અત્યંત જરૂરી બની ગયેલ ડાયાલીસીસ અને કીમોથેરાપીની સુવિધા પણ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

 હીરામણિ આરોગ્યધામ ખાતે અધ્યત્તન સાધનો સાથેનું ન્યૂરો અને ઓર્થો રેહેબિલિટેશન અને અન્ય સારવાર માટે ફિઝીયોથેરાપી સેન્ટર ની પણ સુવિધા ઉભી કરવામાં આવેલ છે. જરૂરી બેઝીક તપાસ માટે એકસ-રે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ઈકો, ટી.એમ.ટી. અને પી.એફ.ટી. ની સુવિધા રાખવામાં આવેલ છે અને લોહીની તપાસ માટેની લેબોરેટરીની પણ શરૂઆત કરવામાં આવેલ છે.

અકસ્માત અને ગંભીર રોગ તથા સર્જરીના કેસોમાં દર્દીને લોહીની જરૂરિયાત પડતી હોય છે, જેને પહોંચી વળવા માટે હીરામણિ આરોગ્યધામ ખાતે ૨૪ કલાક કાર્યરત બ્લડ સેન્ટર ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

ઓ.પી.ડી. વિભાગઃ હીરામણિ આરોગ્યધામ ખાતે તબીબી શાખાની (૧) જનરલ મેડીસીન (૨) પીડીયાટ્રીકસ (બાળકોના રોગ) (૩) ઓર્થોપેડિક (હાડકાના રોગ) (૪) ઈ.એન.ટી. (નાક, કાન અને ગળાના રોગો) (૫) આંખના રોગો (૯) ડેન્ટલ (દાંતના રોગ) વગેરે જેવી બેઝીક શાખાઓ ઉપરાંત સુપર સ્પેશિયાલીટી જેવી કે (૧) નેફ્રોલોજી (કીડનીના રોગ) (૨) ગેસ્ટ્રો એન્ટ્રોલોજી (પાચન તંત્રના રોગ) (૩) કાર્ડિયોલોજી (હદયના રોગ) (૪) ઓન્કો મેડીસીન (કેન્સર) (૫) એન્ડોક્રાઈનોલોજી (અંતઃસ્ત્રાવના રોગ) ની ઓ.પી.ડી. કન્સલટેશન સુવિધાઓ માત્ર રૂા. ૫૦ થી રૂ. ૭૦ ના નજીવા દરે આપવામાં આવી રહેલ છે.

ફિઝીયોથેરાપી વિભાગઃ અત્યંત આધુનિક સાધનો અને કુશળ ફિઝીયોથેરાપીસ્ટ થી સ૮ હીરામણિ આરોગ્યધામનો ફિઝીયોથેરાપી વિભાગ, દર્દીઓની તમામ પ્રકારની સારવાર કરવા માટે સક્ષમ છે. આ વિભાગમાં આધુનિક સાધનો જેવાં કે,

મોટોરાઈઝડ ગેટ ટ્રેનરઃ (સરકયુલર હારનેશ):- લકવા ગ્રસ્ત દર્દીઓ કે જેઓને ચાલવામાં અને બેલેન્સ રાખવામાં તકલીફ પડે તેઓ માટે નો સંપૂર્ણ સરકક્યુલર રૂટ ધરાવતો મોટોરાઇઝડ ગેટ ટ્રેનર - હારનેશ રૂા. ૨૨ લાખના ખર્ચે વસાવવામાં આવેલ છે. જે સમગ્ર ગુજરાત માં પ્રથમ છે.

 કિગલ - ચેર : પેશાબ લીક થવાની બીમારી, અનિયમિત માસિક, પ્રોસ્ટેટ ઓપરેશન પછી, પ્રેગનન્સી પછી તથા લાંબા સમયથી કબજીયાત હોય તેવા દર્દીઓના ઇલાજ માટે ખૂબ ઉપયોગી એવી કિગલ ચેર પણ અત્રે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

રોબોટિક ટ્રેકશન વીથ લેસર થેરાપી : મણકા તથા ગાદીના દુખાવા અને નર્વ કોમ્પ્રેહસન માટે દાંતનો વિભાગઃ- દર્દીઓના દાંતની સારવાર અને નાની મોટી સર્જરી માટે હીરામણિ આરોગ્યધામ ખાતે ૩ ડેન્ટલ ચેરની સુવિધા સાથે દાંતનો વિભાગ પણકાર્યરત કરવામાં આવેલ છે. જેમાં દર્દીઓની સારવાર નજીવા દરે આધુનિક સાધનોની મદદથી કુશળ અને અનુભવી ડોકટરશ્રીઓ દ્વારા કરવામાં આવી રહેલ છે.

ડાયાલીસીસ વિભાગઃ ફેસેનીયસ કાબી ના અદ્યતન હીમો ડાયાલીસીસ મશીનો સાથે ૧૨ બેડ જનરલ અને ૨:-  આઇશોલેશન બેડ મળી કુલ ૧૪ બેડનો ડાયાલીસીસ બેય બનાવવામાં આવેલ છે. જેમાં દર્દી સાથે બેસનાર માટે આરામદાયક સોફા ચેર તથા પર્સનલ ટી.વી. ની સુવિધા આપવામાં આવેલ છે. ટૂંક સમયમાં સદરહુ સુવિધાનું જોડાણ આયુષ્યમાન ભારત યોજના સાથે થનાર છે કે જેથી આયુષ્યમાન કાર્ડ ધરાવતાં દર્દીઓ સદરહુ સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાનો ઉપયોગ ફ્રી ઓફ ચાર્જ કરી શકશે. જયારે કાર્ડ ન ધરાવતાં દર્દીઓ માટે આ સુવિધા માત્ર રૂા. ૨,૦૦૦/- ના નજીવા દરે ઉપલબ્ધ રહેશે.

કીમોથેરાપી વિભાગઃ કીમોથેરાપી માટે ૪ બેડની સુવિધા અત્યંત આરામદાયક વાતાવરણમાં ઉભી કરવામાં આવેલ છે. જેમાં અડાલજ અને તેની આજુબાજુના વિસ્તારના દર્દીઓને નજીવા દરથી અધ્યત્તન સુવિધા સાથે આરામદાયક વાતાવરણમાં કીમોથેરાપીની સારવારનો લાભ મળવા પામશે.

ગેસ્ટ્રો એન્ટ્રોલોજી વિભાગઃ પાચનતંત્રના રોગોની તપાસ, નિદાન અને સારવાર માટે એકસકલુઝીવ ગેસ્ટ્રો એન્ટ્રોલોજી ડીપાર્ટમેન્ટ ઉભું કરવામાં આવેલ છે. જેમાં અનુભવી અને નિષ્ણાંત ડોકટરો ની ટીમ દ્વારા દર્દીની સઘન તપાસ અને એન્ડોસ્કોપી માત્ર રૂા. ૧,૫૦૦/- તથા કોલનોસ્કોપીની સુવિધા માત્ર રૂા. ૨,૦૦૦/- ના ખૂબ જ ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

હીરામણિ બ્લડ સેન્ટરઃઅડાલજ અને ગાંધીનગર તથા તેની આજુબાજુના વિસ્તારના લોકોને જરૂરિયાતના સમયે સરળતાથી લોહી ઉપલબ્ધ થઈ શકે અને દર્દીની જીંદગી બચી શકે તે માટે હીરામણિ આરોગ્યધામ ખાતે, ૨૪ કલાક કાર્યરત બ્લડ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. આ વિભાગમાં જરૂરિયાતમંદ દર્દીઓને લોહી પૂરૂ પાડવામાં આવશે તથા રકતદાન કરવા ઈચ્છતા દાતાઓ માટે ખૂબ જ આરામદાયક સુવિધા ઉભી કરવામાં આવેલ છે. તદુપરાંત બ્લડ સેન્ટર ખાતે એફોરેસિસ ની સુવિધા પણ રાખવામાં આવેલ છે. આગામી સમયમાં બ્લડ બેંક અંગેની રાજય/કેન્દ્ર સરકારશ્રીની મંજૂરી મળેથી સદરહુ વિભાગ કાર્યરત કરવામાં આવનાર છે.

લેબોરેટરી વિભાગઃ દર્દીના રોગના નિદાન માટે જરૂરી લોહી, પેશાબ અને ઝાડાની તપાસ માટે અત્યંત આધુનિક મશીનો સાથે સેન્ટ્રલ લેબોરેટરીની સુવિધા સ્થાપિત કરવામાં આવેલ છે. જેમાં લેબોરેટરીના વિવિધ વિભાગો જેવાંકે, પેથોલોજી, માઈક્રોબાયોલોજી, બાયો કેમેસ્ટ્રી, કલીનીકલ પેથોલોજી વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. સદરહુ લેબોરેટરી ખાતે સેમ્પલ રીસીવીંગ માટે અત્યંત આધુનિક ગણાતી ન્યુમેટિક ટયૂબ સીસ્ટમ પણ ઇનસ્ટોલ કરવામાં આવેલ છે. સદરહુ લેબોરેટરી ખાતે તમામ પ્રકારના બેઝીક લોહી, પેશાબ તથા ઝાડાની તપાસ પ૦% સુધીના રાહત દરે કરી આપવામાં આવે છે. હીરામણિ આરોગ્યધામ ખાતે બ્લડ ટેસ્ટ કરાવનાર દર્દીઓને તેઓના રિપોર્ટસ ઈ મેઇલ /વોટસ એપ મારફતે મોબાઈલમાં મોકલી આપવામાં આવે છે.

આયુર્વેદિકઃ ભારતના અતી પ્રાચીન જ્ઞાન આયુર્વેદનો ઉપયોગ કરી દર્દીઓને રાહત પહોંચડાવા માટે અત્યંત આધુનિક કક્ષાનો અલાયદો આર્યુવેદિક વિભાગ હીરામણિ આરોગ્યધામ ખાતે બનાવવામાં આવેલ છે. જેમાં નીચે જણાવ્યા મુજબની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

પંચકર્મ -શિરોધારા-કટિબસ્તીઃ જાનુ બસ્તી- વમન- વિરેચન- રકતમોક્ષણ - નેચરોપથી વિભાગઃ- હોલિસ્ટીક કેરના સિધ્ધાંતને અનુસરતા, હીરામણિ આરોગ્ય ધામ ખાતે એલોપથી, આયુવેદિક અને હોમિયોપથી સાથે સાથે નિર્સગોપચાર પર આધારિત નીચે જણાવ્યા મુજબની સારવારનો લાભ મળવા પામશે. - એરોમા થેરાપી- સ્ટીમ બાથ- સોના બાથ- ઝાકુઝી- મડ બાથ થેરાપી-યોગા- મેડિટેશન- ગર્ભ સંસ્કાર

અન્ય સુવિધાઓઃ દર્દી ઓને તેની સાથે આવતાં સગા વ્હાલાઓ ને કોઈ પ્રકારની અગવડનો સામનો કરવો ન પડે તે માટે, હીરામણિ આરોગ્યધામ ખાતે સુવ્યવસ્થિત અને પૂરતા પ્રમાણમાં પાકિંગની સુવિધા રાખવામાં આવેલ છે. દર્દીની સાથે આવેલ સગા વ્હાલાં આરામથી બેસી શકે તે માટે આઉટર પેશન્ટ રીલેટીવ શેડ ની સુવિધા વોશરૂમ તથા પીવાના પાણીની સગવડ સાથે ઉભી કરવામાં આવેલ છે. દર્દી તથા તેના સગાવ્હાલા તેઓના ક્રમ સુધી આરામથી બેસી શકે તે માટે વાતાનુકુલિત ડબલ હાઈટ એટ્રીયમ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં બેસવા માટે

આરામદાયક સોફા અને એલ.ઈ.ડી. સ્ક્રીન ની સુવિધા આપવામાં આવેલ છે.

દર્દી તથા તેના સગાવ્હાલા માટે, રિફ્રેશમેન્ટની સુવિધા માટે અત્યંત આધુનિક સગવડો અને સાધનો સાથેનું કાફેટેરિયા બનાવવામાં આવેલ છે. જેમાં સ્વચ્છ અને સુઘડ વાતાવરણ વચ્ચે ડાઈનીંગ ટેબલ અને ચેરની સુવિધા આપવામાં આવેલ છે.

દર્દીની તબીયત અચાનક બગડે તો, તેને ઝડપથી હાયર ફેસેલીટી ખાતે ટ્રાન્સફર કરી શકાય તે હેતુથી હીરામણિ આરોગ્યધામ ખાતે બેઝીક એમ્બયુલન્સની પણ સુવિધા રાખવામાં આવેલ છે.  અમૂલ્ય એવા લોહીના એકત્રીકરણ માટે જુદી જુદી જગ્યાઓ પર બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે હીરામણિ આરોગ્યધામ ખાતે તમામ આધુનિક સુવિધાઓ સાથેની બ્લડ ડોનેશન વાન પણ ખરીદવામાં આવેલ છે.

સંપર્ક
હીરામણિ આરોગ્યધામ,
અન્નપૂર્ણા મંદિર પાછળ,
સ્વામિનારાયણ ફાર્મ પાસે,
અડાલજ, ગાંધીનગર
મો. ૭પ૬૭પ ૬ર૦૦૬
નરહરિ અમીન
મો. ૯૮રપ૦ ૦૬૬૬૭

(11:10 AM IST)