તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
ઊંઝામાં ૭૦ વર્ષનો વૃદ્ધ બન્યો વાસનાનો વરૂ, ૫ વર્ષની માસૂમને પીંખી નાખી
પોલીસે બાળકીના પરિવારની ફરિયાદના આધારે આધેડ આરોપીની ધરપકડ કરી છે

મહેસાણા, તા.૬: જિલ્લાના ઊંઝામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, ૭૦ વર્ષના એક વૃદ્ધે તેની પૌત્રીની ઉંમરની માત્ર ૫ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકો આ વૃદ્ધ પર ફિટકાર વરસાવી રહયાં છે. આ મામલે પોલીસે આરોપી વૃદ્ધની ધરપકડ કરી છે.
આરોપી વૃદ્ધ રોશન લાલજી ખત્રીના પાડોશમાં રહેતી ૫ વર્ષની કુમળી બાળકીને પેંડો ખવડાવવાની લાલચ આપીને તે પોતાના ઘરમાં લઈ ગયો હતો અને બાળકી સાથે ન માત્ર શારીરિક અડપલા કર્યા પરંતુ તે માસુમ સાથે દુષ્કર્મ પણ આચર્યુ.
આ સમગ્ર ઘટના બાદ પીડિત બાળકીએ તકલીફ થતા તેને પોતાના વાલીને જાણ કરી હતી અને બાળકીને દવાખાને ચેકઅપ માટે લઈ ગયા હતા ત્યારે સારવાર દરમિયાન બાળકીની પૂછપરછ કરતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી હતી.
નરાધમ વૃદ્ધે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાતા બાળકીના વાલીઓ સ્તબ્ધ થઈ ગયા હતાં અને આ સમગ્ર મામલે બાળકીના વાલીએ ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદના પગલે ૭૦ વર્ષીય નરાધમ વૃદ્ધ રોશનલાલ લાલજી ખત્રીની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.(૨૩.૨)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
