તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરામાં 640 રૂપિયા સુધી બોલાયો: જાણો 20 યાર્ડના ભાવ
ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 14,216.45 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 14,216.45 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલમોરા માર્કેટ યાર્ડમા 640 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 480 રૂ. અને નીચો ભાવ 160 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમદાવાદમાં 620 રૂ., આણંદમાં 600 રૂ., કપડવંજમાં 580 રૂ., અંકલેશ્વરમાં 560 રૂ., જામનગરમાં 520 રૂ., ગોંડલમાં 481 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 14,216.45 ટન ડુંગળીની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)ભાવનગર12856.55અમદાવાદ764.7રાજકોટ216.6મહેસાણા73.8જામનગર65.6આણંદ54ભરૂચ44.5કચ્છ41.4ખેડા26.6પોરબંદર21.5મોરબી20.5દાહોદ19.5વડોદરા8.4નવસારી2.8કુલ આવક14,216.45
કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવબીલીમોરા540640અમદાવાદ440620આણંદ400600ભુજ300600દાહોદ100600મહેસાણા140600પાદરા500600પોરબંદર400600કપડવંજ280580અંકલેશ્વર300560જામનગર60520ભાવનગર210511ભરૂચ300500મોરબી200500મહુવા151490ગોંડલ151481રાજકોટ160480ધોરાજી166441તળાજા190440નડિયાદ320400
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
