<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

રાજયમાં મગફળીનો ઉંચો ભાવ વ્યારામાં 1400 રૂપિયા સુધી બોલાયો: જાણો 24 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 24 માર્કેટ યાર્ડમાં કુલ 864.38 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 24 માર્કેટ યાર્ડમાં કુલ 864.38 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1100 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1375 રૂ., હિંમતનગરમાં 1363 રૂ., તલોદમાં 1350 રૂ., કાલાવડમાં 1285 રૂ., ગોંડલમાં 1141 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 864.38 ટન મગફળીની આવક થઇ છે.

(11:14 PM IST)